Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષ પૂર્વે જાહેરાત થયા પછી હજી સુધી કોઈ કામગીરી થઈ નથીઃ
દ્વારકા તા. ૧૧: કેન્દ્રિય ટુરીઝમ મીનીસ્ટ્રી તથા ગુજરાત ટુરીઝમ વિભાગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરીડોર પ્રોજેક્ટના શ્રીગણેશના અહેવાલો આશરે એકાદ વર્ષ પૂર્વે વહેતા થયા પછી હજુ સુધી જમીન પર કોઈ જ નક્કર કામગીરી ન થતા દ્વારકા કોરીડોર પ્રોજેક્ટના શ્રીગણેશ ક્યારે થશે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ઊઠવા પામ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત યાત્રાધામ દ્વારકા ઉપરાંત બેટદ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત દ્વારકાધીશ જગતમંદિર આસપાસના વિસ્તારને વિવિધ સુવિધાઓ સાથેના ટેમ્પલ સ્કવેર આકારમાં ડેવલોપમેન્ટ કરવામાં આવનાર હોવાનું તેમજ સુદામા સેતુ નવીનિકરણ, નાગેશ્વર જ્યોતિર્લિંગ કોરીડોર, બેટદ્વારકામાં માળખાગત પ્રવાસનલક્ષી સુવિધાઓ, વિશાળ કૃષ્ણ પ્રતિમા, ૩-ડી ઈમર્સિવ ભગવદ્ ગીતા અનુભૂતિ, સમુદ્રમાં લુપ્ત દ્વારકાના પ્રાપ્ત અવશેષો જોવાની ગેલેરી સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં આવશે, પરંતુ એક વર્ષ ઉપરાંતના સમય પછી પણ હજુ સુધી જમીન પર કોઈ નક્કર કામગીરી થયેલ ન હોય કોરીડોરના શ્રીગણેશ ક્યારે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ઊઠવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial