Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ
ખંભાળિયા તા. ૮: રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ર૦ર૬-ર૭ માટે આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયાના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકીય સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર આઈ.ટી.આઈ.માં ચોથો રાઉન્ડ હેઠળ ખાલી રહેલ બેઠક પર પ્રવેશ પ્રક્રિયા તા. ૭-૮-ર૦ર૬ થી તા. ૧૪-૮-ર૦ર૬ સુધી હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી આઈ.ટી.આઈ. જેમાં જામખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરમાં વિવિધ ટ્રેડમાં ખાલી રહેલ બેઠકો પર લાયક ઉમેદવારને વહેલા તે પહેલા અને જે તે દિવસના મેરીટના ધોરણે પ્રવેશ મેળવી શકશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન નોંધણી કરાવેલ હોય અથવા નવા પ્રવેશ માટે પાત્ર હોય તેઓ જરૂરી મૂળ પ્રમાણપત્રો સાથે સંબંધિત આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવે છે. ખાલી બેઠકોની વિગત તથા વધુ માહિતી માટે ઉમેદવારો નજીકની સરકારી આઈ.ટી.આઈ. અથવા સત્તાવર પ્રવેશ પોર્ટલ ૫રથી માહિતી મેળવી શકે છે. તેમ આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામખંભાળિયાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial