Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના ધુતારપરના ખેડૂતના ખાતામાંથી રૂ।.૨૩ લાખની રકમ ઉસેડાઈ

પત્નીના ખાતામાંથી રૂ।.૩ લાખ, માતાના ખાતામાંથી પણ રૂ।.૨૦ લાખ ઉપાડી લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના ધુતારપર ગામના આધેડ ખેડૂતના અને તેની માતાના બેંક ખાતામાંથી કુલ રૂ।.ર૩ લાખની રકમ બારોબાર ઉપાડીને અંગત ઉપયોગમાં લઈ વિશ્વાસઘાત કરવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંેંધાઈ છે.

જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પરસોત્તમભાઈ ચનાભાઈ લીંબાસીયા (ઉ.વ.પ૧) અને તેમના માતાનું બેંક ખાતું ગામમાં જ આવેલી બેંક ઓફ બરોડામાં છે. જેમાં પરસોત્તમભાઈના નામથી રૂ।.૨૦ લાખનું ધીરાણ મંજૂર થયું હતું. જે રકમ તેમના બેંક ખાતામાં હતી.

આ ઉપરાંત તેમના પત્ની જયોત્સનાબેનના બચત ખાતામાં પણ રૂ।.૩ લાખની રકમ જમા હતી. આ બંને ખાતામાંથી જામનગરના લક્ષ્મી પાર્કમાં રહેતા દીપેન કુછડીયાએ પરસોત્તમભાઈ લીંબાસીયાની જાણ બહાર કુલ રૂ।.ર૩ લાખની રકમ ઉપાડી લીધી હતી અને પોતાના અંગત ઉપયોગમાં રાખી હતી. આથી પરસોત્તમભાઈએ પોતાની સાથે વિશ્વાસઘાત કરવા અંગે આરોપી દીપેન કુછડીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની તપાસ પોલીસ સબ ઈન્સ. એ.આર. પરમાર ચલાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh