Advertisement
Author: નોબત સમાચાર

જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝબ્બે

લતીપર તથા બેરાજામાંથી સાત શખ્સ જુગાર રમતા પકડાયાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૧: જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં ગઈકાલે ગંજીપાના વડે જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ રૂ।.૧૨,૮૦૦ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે જોડિયાના બેરાજા તથા ધ્રોલના લતીપરમાંથી સાત પત્તાપ્રેમી પકડાયા હતા.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા વિપુલ બોઘાભાઈ રાઠોડ, જયશ્રીબેન પ્રકાશ પરમાર, જલુબેન કાનાભાઈ પરમાર, જયોત્સનાબેન મનસુખભાઈ પરમાર, મુકતાબેન પરસોત્તમભાઈ પરમાર નામના પાંચ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૧૨૮૦૦ રોકડા કબજે કર્યા છે.

જોડિયા તાલુકાના બેરાજા ગામના બસ સ્ટેન્ડ પાસે ગઈ રાત્રે તીનપત્તી રમતા ભરતસિંહ લાખાજી પરમાર, રાહુલ બાવાભાઈ ટોયટા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૨૪૧૦ કબજે કર્યા છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામના ખારાવાડ વિસ્તારમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા વિપુલ સવસીભાઈ વાઘેલા, સુમિત રમેશભાઈ વાઘેલા, પ્રભાત દેવાયતભાઈ કેશુર, પ્રવીણ ગગજીભાઈ વાઘેલા, પ્રકાશ બટુકભાઈ વાઘેલા નામના શખ્સોને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૨૪૦૦ ઝબ્બે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh