Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગાત-ખરકડા માર્ગનો બનાવઃ
જામનગર તા. ૧૧: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થતાં મોટરસાયકલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ભોગાત ગામના પ્રવીણભાઈ નાથાભાઈ ભાટીયા નામનો ત્રીસ વર્ષનો યુવાન ગઈકાલે બપોરે ભોગાતથી ખરકડા વાડી વિસ્તાર તરફ જતો હતો ત્યારે ભોગાત ગામના કિશન ધરણાંતભાઈ લગારીયા તેને રસ્તામાં મળી ગયા હતા અને પાવડાના હાથા સાથે તેની પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી પ્રવીણભાઈના મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતુું. આ બનાવ અંગે પ્રવીણભાઈ નાથાભાઈ ભાટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial