Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવક સાથે ચાલી ગઈ હોવાની આશંકાઃ
જામનગર તા. ૧૧: જામનગરના ખડખડનગર નજીક માતૃઆશિષ સોસાયટી શેરી નં.૨ના છેવાડે રહેતા એક પરિવારની ૨૦ વર્ષની પુત્રી પોતાના ઘરેથી ક્યાંક ચાલી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગરના રામેશ્વરનગર નજીક આવેલી માતૃઆશિષ સોસાયટી પાસે ખડખડ નગરમાં વસવાટ કરતા શહેનાઝબેન અસરફઅલી અંસારી નામના મહિલાના પુત્રી તબસુમબેન (ઉ.વ.૨૦) પોતાના ઘરેથી શનિવારે રાત્રે આઠેક વાગ્યે ચાલ્યા ગયા છે.
ઘેર જાણ કર્યા વગર જ આ યુવતી ગુમ થતાં પરિવારજનોએ તેણીની શોધખોળ શરૂ કર્યા પછી પણ પત્તો લાગ્યો નથી. શહેનાઝબેને પોલીસને તેની જાણ કરી છે. આ યુવતી મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. આ યુવતી દિનેશ નામના યુવાન સાથે ચાલી ગઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો પોલીસને જાણ કરવી. પોલીસે યુવતીનો ફોટો તેમજ વર્ણન મેળવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial