Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિયા સુલેની પુત્રીના લગ્ન રિસેપ્શનમાં
નવી દિલ્હી તા. ૧૧: દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના રિસેપ્શનમાં પીએમ મોદી, શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. રાજકીય મતભેદો ભૂલીને, મોદીએ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહૃાા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની મુલાકાતો હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. સોમવારે દિલ્હીમાં ફરી એકવાર બંને નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. જોકે, આ વખતે મુલાકાતનું કારણ રાજકારણ નહીં પરંતુ એક પારિવારિક પ્રસંગ હતો. પીએમ મોદી એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે અને સારંગ લખાણીના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ શરદ પવાર સાથે બેઠા હતા અને તેમની સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા.
આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત દેશના અનેક અગ્રણી રાજકીય ચહેરાઓ દેખાયા હતાં.
વડાપ્રધાને નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી તેમજ શરદ પવારના પરિવાર અને ત્યાં હાજર અન્ય મહેમાનો સાથે મુલાકાત કરી તેમનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકીય મતભેદો બાજુ પર રાખીને પીએમ મોદીની હાજરી અને શરદ પવાર સાથેની તેમની વાતચીત હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહી છે.
રેવતી સુલે અને સારંગ લખાણીના આ લગ્ન સમારંભમાં શરદ પવારે પોતે તમામ ખાસ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ રિસેપ્શનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કાર્યક્રમમાં હાજર રહૃાા હતા. આમ, એક જ મંચ પર દેશના વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
ચિરાગ પાસવાન અને અખિલેશ યાદવ પણ દિલ્હીમાં યોજાયેલા સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના ગ્રાન્ડ રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સમારંભમાં બંને નેતાઓએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. રાજકીય વિરોધાભાસ અને મંતવ્યો ભૂલીને બંને નેતાઓ અન્ય તમામ દિગ્ગજ રાજનેતાઓ સાથે આ પારિવારિક પ્રસંગમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જોવા મળ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial