Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ૧૩ મી ઓગસ્ટે

પ્રાંત અધિકારીએ આયોજન માટે યોજી બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: લાલપુરમાં ૧૩ મી ઓગસ્ટે યોજાનાર તાલુકા કક્ષાની 'તિરંગા યાત્રા'ના આયોજન અર્થે પ્રાંત અધિકારી અસવારના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી.

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત લાલપુર તાલુકામાં આગામી ૧૩ મી ઓગસ્ટના યોજાનાર તાલુકા કક્ષાની 'તિરંગા યાત્રા' કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન અર્થે પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તિરંગા યાત્રાના નિશ્ચિત રૂટ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ વિવિધ તંત્રો વચ્ચેના આંતરિક સંકલન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ તિરંગા યાત્રામાં તાલુકાના વેપારી મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં તાલુકાના તમામ નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી તથા તાલુકા સંકલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh