Advertisement
Author: નોબત સમાચાર

ખેતીની જમીનમાં હિસ્સો મેળવવા પુત્રીઓ દ્વારા અદાલતમાં કરાયો દાવો

પ્રતિવિવાદીઓને નોટીસ પાઠવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામ કંડોરણાના રાજપરામાં આવેલી પિતાની ખેતીની જમીનોમાં ભાગ મેળવવા માટે તેઓના પુત્રીઓએ અદાલતનો આશરો લીધો છે.

રાજકોટના જામકંડોરણા તાલુકાના રાજપરા ગામમાં ખેતીની જમીનો ધરાવતા મુંગરભાઈ જુમાભાઈ નોયડાનું અવસાન થયું હતું. તે પછી તેમની પુત્રીઓને બે મોટાભાઈ એ પિતાની જમીન સરખે હિસ્સે વેચી લીધાની જાણ થઈ હતી. તેથી પુત્રીઓએ અદાલતમાં દાવો કર્યાે છે.

દાવામાં જણાવાયા મુજબ મોટાભાઈ ગુજરનાર જુસબ મુંગરભાઈ અને અન્ય ભાઈએ જે તે વખતે જ્યારે વાદીઓ સગીર હતા ત્યારે સરખે હિસ્સે જમીન વેચી લીધી હતી વાદી તરફથી વકીલ અહમદ યુ. સફીયા, ટી.એસ. દરવેશ, યુ.કે. સોલંકી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh