Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના માધવ બાગમાંથી રૂ।.૨.૫૦ લાખની ઘરફોડ ચોરીઃ ફરિયાદ નોંધાઈ

દંપતી અમદાવાદ ગયું હતું, જ્યારે માતા નિદ્રાધીન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં માધવ બાગ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારીના મકાનમાંથી તસ્કરો રૂ।.ર લાખ ૫૦ હજારની રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના સાંઢીયા પુલ પાસે કનસુમરાના પાટીયા સામે માધવ બાગ-૬ શેરી નં.૬ના ખૂણે રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા અનિલકુમાર કલ્યાણજીભાઈ પરમારના મકાનમાંથી કોઈ તસ્કર કબાટમાં રાખેલા રૂ।.ર લાખ ૫૦ હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે ગઈરાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બનાવની જાણ થતાં જ પોલીસ સબ ઈન્સ. એન.એમ. કંડોલીયા દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ આ વેપારી તા.૮ના સવારે પોતાના પત્ની સાથે અમદાવાદમાં પુત્રને મળવા ગયા હતા. જ્યારે તેમના માતા ઘરે હતા અને પરમદિવસે રાત્રે માતા નિદ્રાધીન હતા ત્યારે મોડીરાત્રે કોઈ તસ્કર તેના ઘરમાં ઘૂસ્યો હતો અને ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે પાડોશીના સીસીટીવી કેમેરાના ફૂટેજ નીહાળતા પરોઢીયે કોઈ તસ્કર તેના ઘરમાંથી બહાર નીકળતા નજરે ચઢયો હતો આથી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh