Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ રાજ્યમંત્રી, મેયર, ધારાસભ્ય, ઉચ્ચ અધિકારીઓ જોડાશે
જામનગર તા. ૧૧: જામનગરમાં સૂર્યગ્રહણના જીવંત નિદર્શન કાર્યક્રમમાં મેયર, શિક્ષણમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગરના જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, જિલ્લા પોલીસ વડા, ડી.ડી.ઓ., ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પણ સાક્ષી બનશે.
જામનગર શહેરમાં તા. ૧૨ ઓગસ્ટ, ને બુધવારે રાત્રે યોજાનારા દુર્લભ સંપૂર્ણ સૂર્યગ્રહણના સેટેલાઇટ મારફતે જીવંત નિદર્શન કાર્યક્રમમાં શહેર, જિલ્લા અને રાજ્ય કક્ષાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.
મ્યુનિ. ટાઉનહોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા તેમજ જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા આસી. કમિશનર ભાવેશ જાની, તેમજ મુકેશ વરણવા પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ તથા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભાજપ શહેર સંગઠનના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી અને મૃગેશભાઈ દવે સહિત શહેરના અન્ય આગેવાનો અને કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૂર્યગ્રહણની આ દુર્લભ ખગોળીય ઘટનાનું વૈજ્ઞાનિક નિદર્શન નિહાળશે.
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં સૂર્યગ્રહણનું સેટેલાઇટ મારફતે જીવંત પ્રસારણ, રનિંગ કોમેન્ટ્રી, બ્રહ્માંડની સફર તથા ખગોળ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં જામનગરની 'રંગતાળી' સંસ્થાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ, અમિતભાઈ વ્યાસ, સ્મિતાબેન ભાટિયા, દીપાબેન સોની તેમજ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર, ધ્રોલના સુધાબેન ખંઢેરીયા અને ડો. સંજય પંડ્યા સહિતની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial