Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'એક રાખી ફોજી કે નામ' અભિયાન અંતર્ગત
જામનગર તા. ૧૧: દેશની સરહદો પર પરિવારથી દૂર રહીને દેશની રક્ષા માટે ફરજ બજાવતા સૈનિકો સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની લાગણીસભર ઉજવણી કરવાના હેતુથી જામનગરમાં છેલ્લા દશ વર્ષથી ચાલી રહેલું 'એક રાખી ફોજી કે નામ' અભિયાન આ વર્ષે અગિયારમા વર્ષમાં પ્રવેશી રહૃાું છે. આ અભિયાન અંતર્ગત જામનગરની બહેનો દ્વારા સીમા પર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવશે.
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર નથી, પરંતુ દેશની રક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને જામનગરના મહિલા અગ્રણી તથા પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા દશ વર્ષથી 'એક રાખી ફોજી કે નામ' અભિયાનનું આયોજન કરવામાં આવી રહૃાું છે.
અગિયારમા વર્ષમાં પ્રવેશતું અભિયાન
આ વર્ષે આ અભિયાન તેના દશ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશી રહૃાું છે, ત્યારે વધુમાં વધુ બહેનો અને મહિલા સંસ્થાઓ આ અભિયાનમાં જોડાય અને દેશના જવાનો સુધી બહેનના પ્રેમની રાખડી અને તેમનો રક્ષાબંધન પર સંદેશો ( હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં ) પહોંચાડે તે માટે ડિમ્પલબેન રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
અભિયાન અંતર્ગત જામનગરની બહેનો, વિવિધ મહિલા સંસ્થાઓ તથા અન્ય સામાજિક સંસ્થાઓને પણ જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
બહેનોને અભિયાનમાં જોડાવા અપીલ
અભિયાનના આયોજક ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા જામનગરની બહેનોને વધુમાં વધુ સંખ્યામાં રાખડી મોકલી આ અનોખા સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એવી બહેનો કે જેઓ પોતાના ભાઈને રાખડી બાંધી શકતી નથી અથવા દેશના જવાનોને પોતાના ભાઈ સમાન માનીને રક્ષાબંધનની લાગણી વ્યક્ત કરવા માંગે છે, તેઓ આ અભિયાનમાં જોડાઈ શકે છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના સૈનિકોને એ અહેસાસ કરાવવાનો છે કે તેઓ ભલે દેશની સરહદ પર ફરજ બજાવતા હોય, પરંતુ દેશની કરોડો બહેનોની લાગણી અને શુભેચ્છાઓ હંમેશાં તેમની સાથે છે.
૨૦ ઓગસ્ટ સુધી રાખડી મોકલી શકાશે
અભિયાનમાં જોડાવા ઇચ્છતી બહેનો દ્વારા ૨૦ ઓગસ્ટ સુધી રાખડી મોકલી શકાશે. રાખડી મોકલતી વખતે કવર ઉપર ટપાલ ટિકિટ લગાવવાની કે રોકડ રકમ મોકલવાની જરૂર નથી. રાખડી જવાનો સુધી પહોંચે તે માટે આયોજકો દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
રાખડી મોકલવા અથવા અભિયાન અંગે વધુ માહિતી મેળવવા માટે ડિમ્પલબેન રાવલનો સંપર્ક નંબર ૯૪૦૮૯ ૮૯૮૯૧ પર સંપર્ક કરવો.
રાખડી સ્વીકારવા માટે ડિમ્પલબેન રાવલ, 'નોબત' પ્રેસની સામે, પંચેશ્વર ટાવર રોડ, બેડી ગેઇટ, જામનગરમાં સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન સંપર્ક કરવો.
જવાનો સુધી પહોંચશે જામનગરની બહેનોનો પ્રેમ
'એક રાખી ફોજી કે નામ' અભિયાન દ્વારા જામનગરની બહેનો દેશના સૈનિકોને માત્ર રાખડી જ નહીં, પરંતુ ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી, પ્રેમ, સન્માન અને દેશ પ્રત્યેની કૃતજ્ઞતા પણ પહોંચાડશે. આ વર્ષે અભિયાનના અગિયારમા વર્ષને વધુ વ્યાપક અને યાદગાર બનાવવા માટે વધુમાં વધુ બહેનો અને મહિલા સંસ્થાઓ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial