Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં તારીખ ૧૪ ઓગષ્ટે થશે વિભાજન વિભીષિકા દિવસઃ કેન્ડલ માર્ચ રેલી યોજાશે

જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તળાવની પાળેથી ૧૩મી ઓગષ્ટે નીકળશેઃ તડામાર તૈયારી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર પી.બી. પંડયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં જણાવાયા મુજબ જામનગર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા. ૧૩ ઓગષ્ટના રણમલ તળાવ ગેટ-૧ થી રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે. તે પછી તા. ૧૪ ઓગષ્ટના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહેરના ટાઉનહોલમાં મનાવાશે.

સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, જામનગરમાં કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જામનગર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે વિગતો આપતા જિલ્લા કલેકટર  પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૭ ઑગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના  મહાનુભાવોની ઉપસ્થિતમાં સાંજે ૦૪.૩૦ કલાકથી રણમલ તળાવ ગેટ-૧ થી શરૂ થઈ રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ અને ત્યાંથી પરત ફરી સંપન્ન થશે. ઉપરાંત, જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વ્યાપક લોકભાગીદારી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

વધુમાં વિગતો ઉમેરતા કલેકટરે કહૃાું કે, જિલ્લામાં યોજાનારા તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામૂહિક ગાન કરવામાં આવશે. તા.૦૯/૦૮/૨૦૨૬ થી ૧૭/૦૮/૨૦૨૬ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા રેલીનું આયોજન કરાશે. શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારિત વક્તૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. અભિયાન દરમિયાન જિલ્લાની સરકારી કચેરીઓને આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો 'સેલ્ફી વીથ તીરંગા' ડિજિટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફી લઈ ઁટ્ઠખ્તિરટ્ઠિંૈટ્ઠિહખ્તટ્ઠ.ર્ષ્ઠદ્બ વેબસાઈટ પર અપલોડ કરે તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

વધુમાં કલેકટરે ઉમેર્યું કે, ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, આઘાત, સ્થળાંતર અને બલિદાનનું સ્મરણ થાય તે હેતુથી તા.૧૪ ઓગસ્ટના  વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષની ગાથાઓને દર્શાવતું વિશેષ પ્રદર્શન તથા નાટીકા શહેરના ટાઉનહોલ ખાતે યોજાશે.તેમજ શહેરના ટાઉનહોલ થી લીમડા લેન થઈ લાલ બંગલો સર્કલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સાંજે ૭.૦૦ કલાકથી વિશાળ કેન્ડલ માર્ચ રેલીનું પણ આયોજન કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં જામનગરના નાગરિકોને ઉત્સાહભેર ભાગ લેવા ઉપરાંત જિલ્લાની શાળા-કોલેજોમાં યોજાનાર ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અનુરોધ કલેકટરે કર્યો હતો.

આ બેઠકમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ડો.વિનુભાઈ ભંડેરી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh