Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાર્ટએટેક અને ગળાફાંસાના બનાવોઃ
જામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાના આરકે બંદર પર અપમૃત્યુ અને આત્મહત્યાના બે બનાવમાં બે માછીમારોના મૃત્યુ નિપજ્યા છે.
મૂળ નવસારી જિલ્લાના અને હાલ ઓખાના આર.કે. બંદર પર જેટી પર રહેતા અને માછીમારી કરતા કલ્પેશકુમાર હસુભાઈ હળપતી (ઉ.વ.૩૫) તા.૯ના સાંજે જેટી પર હતા ત્યારે અચાનક ખેંચ આવતા અને ધ્રુજારી ઉપડતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવ અંગે ગણેશભાઈ હીરૂભાઈ ટંડેલે પોલીસમાં જાણ કરતા ઓખા મરીનના હે.કો. એચ.આર. જેજરીયાએ તપાસ હાથ ધરી છે.
મૂળ ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદણ ગામના માછીમાર સોમાભાઈ વીરાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) ગઈકાલે આર.કે. બંદરે સીરાજી જેટી પર બોટમાં સૂઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે તેમનો મૃતદેહ બોટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો આથી તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ જાહેર થયું છે. આમ છતાં જયંતિભાઈ વીરાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial