Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘી ડેમમાં ઠલવાતા નર્મદાના નીરના ભાજપના નેતાઓ દ્વારા વધામણા
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો હોવા છતાં પણ સમગ્ર રાજ્યમાં છેલ્લા વીસ વર્ષથી વરસાદમાં ટોપ ૧૦ મા રહેતો હતો, પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા વીકટ સ્થિતિ થતા તથા અડધું ચોમાસું વીતી જવા છતાં સમગ્ર જિલ્લાનો સરેરાશ બે ઈંચ જ વરસાદ હોય તથા ક્યાંક મોસમનો કુલ વરસાદ એક ઈંચ પણ ના થયો હોય, વરસાદ ખેંચાતા પૂનમબેન માડમ, ધારાસભ્યો મૂળુભાઈ બેરા, પબુભા માણેક તથા અગ્રણી જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરીને સૌની યોજનામાંથી જિલ્લાના ડેમો લીંક એકમાંથી ભરવા રજૂઆત કરતા આ રજૂઆતને સફળતા મળી હતી. સૌની યોજનાનું પાણી કોટા ગામ કોટેશ્વર પાસેથી ઘી ડેમમાં નાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
કોટા ગામ પાસે સૌથી યોજના લીંક-૧ માંથી નર્મદાના નીર નદીમાં ઠલવાતા શાસ્ત્રોક્ત વિધિથી પંડિત પાસે કરાવાયું હતું, જેમાં ખંભાળિયાના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના હસ્તે વધામણા કરાવાયા હતાં.
સૌની યોજનામાં પાણી બંધ થતા રાજકારણ ઉપરથી વાલ્વ બંધ
સૌની યોજનામાં ઘી નદીમાં પાણી આવતા રાજકારણ ગરમાયું હતું. સવારે ૧૦ વાગ્યે પાણી આવવાનું શરૂ થતા બપોરે બે વાગ્યે બંધ થઈ જતા બંધ પાણી પાસે ફોટા પડાવી આપ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પાણી પ્રશ્ને આપના આગેવાનોએ લેખિતમાં ભાજપનું નાટક અને થોડા કલાક પાણી છોડી ફોટા પડાવાનું નાટક ગણાવ્યું હતું.
જો કે, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ જણાવેલ કે ઘી ડેમમાં શરૂ થયેલ પાણી હજુ દિવસો સુધી ચાલુ જ રહેવાનું છે. ઉપરવાસમાં ૧૩ વાલ્વ કોઈ કારણોસર બંધ કરાતા આ પાણી બંધ થયેલ છે, આવતીકાલથી રેગ્યુલર થઈ જશે. હજુ તો ગઢકી, સિંહણ તથા સાની ડેમ સુધી સૌની યોજનાનું પાણી પહોંચશે અને દિવસો સુધી આવવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial