Advertisement
Author: નોબત સમાચાર

કઝાકિસ્તાન સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સુજોક થેરાપીને વૈધાનિક માન્યતા મળી

ઈન્ટરનેશનલ સુજોક એસો.ના ભારત સ્થિત મુખ્યાલય દ્વારા મોટી વૈશ્વિક સફળતાઃ

                                                                                                                                                                                                      

નાગપુર તા. ૧૧: ઈન્ટરનેશનલ સુજોક એસોસિએશનના નાગપુર સ્થિત મુખ્યાલયને સુજોક ઉપચાર પદ્ધતિને વૈશ્વિક સ્તરે કાયદાકીય માન્યતા અપાવવાના પ્રયાસોમાં અતિ મહત્ત્વની સફળતા પ્રાપ્ત  થઈ છે.

હાલમાં કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય સુધારણા અધ્યાદેશ (બિલ) પ૪, તા. ૧૯ મે ર૦ર૬ દ્વારા 'ટ્રેટ્રિડિશનલ મેડિસીન'ને વિસ્તૃત રીતે પરિભાષિત કરી તેને લગતા કાયદા, કાનૂન અને વ્યવસ્થાપનની જાહેરાત કરવામાં આવી જે અંતર્ગત 'સુજોક ઉપચાર પદ્ધતિ'ને સ્વતંત્ર ટ્રેડીશનલ મેડિસિન સીસ્ટમ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે.

આ કાયદા દ્વારા ટ્રેડિશનલ મેડિસિનનો વ્યાપ માત્ર વૈકલ્પિક ઉપચાર પદ્ધતિથી વધારીને સ્વાસ્થ્ય નિયમન, રોગ નિદાન, સારવાર અને પુનર્વસનની એક પૂર્ણ અને અધિકૃત રાષ્ટ્રીય તબીબી પ્રણાલી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે આ અધિનિયમ અનુસાર શરીરના જૈવિક રીતે સક્રિય બિંદુઓના ઉત્તેજન પર આધારિત 'રિફ્લેક્સોથેરેપી' અંતર્ગત મુખ્યધારાની સારવાર પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવી છે, જેની હેઠળ ભવિષ્યમાં સુ-જોકની ક્લિનિકલ પ્રેક્ટિસ સંચાલિત કરવામાં આવશે.

વધુમાં કઝાકિસ્તાન સરકારે 'ટ્રેડીશનલ મેડિસિન (સુ-જોક થેરાપી)' ને એક સ્વતંત્ર મેડિકલ સ્પેશિયલાઈઝેશન તરીકે સુચિબદ્ધ કર્યું છે. આ હેઠળ હવે ત્યાં સુ-જોક થેરાપીની પ્રેક્ટિસ કરવા માટે માન્યતા પ્રાપ્ત વ્યવસાયિક પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે.

ઈન્ટરનેશનલ સુ-જોક એસો.ના ગ્લોબલ જોઈન્ટ સેક્રેટરી ધવલ પાઠકે જણાવ્યું કે સુ-જોક ઉપચાર પદ્ધતિને ભારતમાં પણ સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે માન્યતા અપાવવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને નજીકના ભવિષ્યમાં ભારતમાં પણ સુ-જોક ઉપચાર પદ્ધતિને માન્યતા પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh