Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાની માતા સહિતના ચાર સામે હતો આક્ષેપઃ
જામનગર તા. ૧૧: જામનગર પંથકની એક ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત દેહવ્યાપાર કરાવવાના અને ખોટા દસ્તાવેજ બનાવી લગ્ન કરાવવાના નોંધાયેલા ગુન્હામાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે.
આ કિસ્સામાં તે સગીરાના માતા દ્વારા તેર વર્ષની પોતાની પુત્રીને દેહવ્યાપારમાં ધકેલવા ઉપરાંત તેણી સગીર હોવા છતાં પુખ્ત વયની દર્શાવી ખોટા દસ્તાવેજ તૈયાર કરાવી લગ્ન કરાવવા અને સગીર હોવા છતાં લગ્ન કરી શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસે સગીરાની માતા તથા તેની બહેનપણી સામે જે તે વખતે ગુન્હો નોંધ્યો હતો.
તે અગાઉ સગીરા ગુમ થયાની માતા દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. તેની તપાસમાં ઉપરોક્ત ઘટસ્ફોટ થતાં ગુન્હો નોંધાયો હતો. આ કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે દલીલ કરી હતી કે, સગીરાની માતાએ પોતાની પુત્રીને દેહવ્યાપારમાં ધકેલી હતી અને વિશાલ પરમાર નામના શખ્સ સાથે તેણીના લગ્ન કરાવી દીધા હતા અને વિશાલે લગ્ન પછી તે સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા. જ્યારે નવનીનભાઈ નામના શખ્સે પૈસા આપી સગીરા સાથે સંબંધ બાંધ્યાનો પણ આક્ષેપ કરાયો હતો.
તે દલીલ સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, લગ્ન થયાના આક્ષેપને સાબિત કરતો વિશ્વસનીય પુરાવો રજૂ થયો નથી તેમજ આરોપીએ સંબંધ બાંધ્યો હોય તેમ ખૂલ્યું નથી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી લગ્ન કરનાર વિશાલ પરમાર તથા પૈસાના બદલામાં સંબંધ બાંધવાના આક્ષેપનો સામનો કરતા નવનીનભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial