Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરમગામ નજીક સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા
જામનગર તા. ૧૧: જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકા હસ્તકના ગામોમાં આવતીકાલ તા. ૧ર ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. વિરમગામ નજીક સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા નર્મદા આધારિત યોજનાને અસર થઈ છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકા હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકીમાં આવેલ છે, જે પમ્પીંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે. તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયેલ હોવાથી ઉપરોક્ત તાલુકા હસ્તકના ગામોમાં આવતીકાલ તા. ૧ર ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારપછી પાણી પુરવઠો પૂર્વવત શરૂ કરવામાં આવશે.
ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી પીવાના પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial