Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબી દ્વારા કરાઈ કાર્યવાહીઃ
જામનગર તા. ૧૧: જામનગરની એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે તાલુકાના ભલસાણ ગામની સીમમાં દરોડો પાડીને ૨૨૮ નંગ દારૂની બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે, આ દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે દારૂ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
એલસીબીના પોલીસ ઈન્સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દારૂ અંગે બાતમી મળી હતી આથી જામનગર તાલુકાના ભલસાણ ગામની પાતરડા સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાં સંગ્રહ કરાયેલ ૧૩૯૩૯૦ની કિંમતનો ૨૨૮ નંગ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યાે હતો. પોલીસ તપાસ દરમિયાન દારૂનો આ જથ્થો જામનગરના પુનીતનગરમાં રહેતા સન્ની શંકરભાઈ વર્મા દ્વારા સંગ્રહ કરાયો હોવાનું જણાયું હતું. આથી હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ આરોપી સન્ની વર્મા સામે દારૂબંધી ભંગના ગુન્હા અંગે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial