Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામડાઓમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા
નવી દિલ્હી તા. ૧૧: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ ૧પ ઓગસ્ટથી દેશભરની ગ્રામીણ સરકારી શાળાઓ સુધારવા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેઓ મહારાષ્ટ્રના હિંગોળીથી આ પહેલ શરૂ કરશે. વાલીઓને શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું 'સોશિયલ ઓડિટ' કરવા અને સરપંચોને 'સરપંચ ચેલેન્જ' હેઠળ વિકાસ માટે આગળ આવવા અપીલ કરાઈ છે. સીજેપી યુવા આંદોલન તરીકે કામ કરશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને વાલીઓને પોતાના બાળકોની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું 'સોશિયલ ઓડિટ' કરવાની અપીલ કરી છે, સાથે જ ગામના સરપંચોને શાળાઓના વિકાસ માટે આગળ આવવા આહ્વાન કર્યું છે.
સીજેપીનું આ ખાસ અભિયાન સ્વતંત્રતા દિવસના અવસરે ૧પ ઓગસ્ટથી શરૂ થશે. આ પક્ષે નાગરિકો, વાલીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને એકજુથ થઈને ગ્રામીણ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને દૂર કરવા માટે અપીલ કરી છે.
અભિજીત દીપકેએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેઓ પોતે મહારાષ્ટ્ર સ્થિત પોતાના ગામ હિંગોળીથી આ પહેલની શરૂઆત કરશે અને ગામના સરપંચને મળીને સરકારી શાળાને વધુ સારી બનાવવાની વિનંતી કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું, 'આવનારી ૧પ ઓગસ્ટ આપણો ૮૦ મો સ્વતંત્રતા દિવસ છે, પરંતુ છેલ્લા ૮૦ વર્ષોમાં જો કોઈ બાબતની સૌથી વધુ ઉપેક્ષા થઈ હોય તો તે આપણા ગામડાઓની સરકારી શાળાઓ છે. આપણે સંસદનું નવું ભવન બનાવ્યું, નવું પીએમ આવાસ બનાવ્યું, પણ 'ગામડાઓમાં નવી શાળાઓ કેમ ન બનાવી શક્યા? શું આપણે ખેડૂતો અને મજૂરોના બાળકોને દેશનું ભવિષ્ય નથી માનતા? આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને લાંબી મજલ કાપીને શાળાએ જવું પડે છે, જ્યાં પીવાનું પાણી અને સૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોતી નથી, જેનાથી સૌથી વધુ હાલાકી વિદ્યાર્થિનીઓને ભોગવવી પડે છે.
આ અભિયાન અંતર્ગત સીજેપીએ દેશભરના સરપંચોને પોતાના ગામની શાળાઓની સ્થિતિ સુધારવા માટે ખાસ અપીલ કરી છે, જેને 'સરપંચ ચેલેન્જ' નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે પણ સરપંચ પોતાના ગામની શાળાની સ્થિતિમાં સુધારો કરશે, તેના કામની પહેલા અને પછી (બીફોર એન્ડ આફ્ટર)ની તસ્વીરો સીજેપી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને તે સરપંચને જાહેરમાં ક્રેડિટ આપશે. દીપકેએ આશા વ્યક્ત કરી હતી કે આનાથી પ્રેરિત થઈને અન્ય સરપંચો પણ પોતાના ગામોમાં આવા સકારાત્મક પગલાં ભરશે.
સીજેપીએ વાલીઓને પણ પોતાના બાળકોની શાળાની રૂબરૂ મુલાકાત લઈને વીજળી, સ્વચ્છ પાણી, ચાલુ હાલતમાં શૌચાલય અને મિડ-ડે મીલ જેવી સુવિધાઓની તપાસ કરવા કહ્યું છે. જો શાળામાં સુવિધઓનો અભાવ હોય, તો તેનો વીડિયો બનાવવાની અપીલ કરવામાં આવી છે. આ માટે સીજેપી ટૂંક સમયમાં એક ફોર્મ જાહેર કરશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરીને વાલીઓ શાળાઓની ખામીઓનની વિગતો નોંધાવી શકશે. આ ફોર્મ અને વીડિયો પુરાવા ઈમેલ દ્વારા મોકલી શકાશે.
ઉલ્લેખનિય છે કે સીજેપીએ હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે દિલ્હીના જંતર-મંતર પર ૩૬ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તત્કાલિન કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી રપ જુલાઈના આ આંદોલન સમેટી લેવાયું હતું. તાજેતરમાં છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં સીજેપીએ સીધી ચૂંટણી રાજનીતિમાં ઉતરવાને બદલે એક 'યુવા આંદોલન' તરીકે જનહિતના મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial