Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડી.એમ.કે.ના નેતાનો વીડિયો વાયરલઃ લાલઘૂમ ભાજપ
ચેન્નાઈ તા. ૧૯: પી.એમ. મોદીની હત્યા કરવાની ધમકી આપતો ડી.એમ.કે. નેતાનો વીડિયો વાયરલ થયો છે. જેથી ખળભળાટ મચ્યો છે, તેથી ભાજપ લાલઘૂમ છે અને ડી.એમ.કે. નેતાની ધરપકડની માંગણી કરી છે.
ડી.એમ.કે. દક્ષિણ જિલ્લા સચિવ જયપાલનો એક વીડિયો સામે આવ્યો છેે, જેમાં તેમણે કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. તમિલનાડુ ભાજપ પ્રમુખે જયપાલનો આ વીડિયો શેર કર્યો છે. અને તેમની ધરપકડની માંગ કરી છે. નોંધનીય છે કે આ વીડિયો પી.એમ. મોદી તમિલનાડુની એક દિવસની મુલાકાતે આવવાના હતા, તેના થોડા દિવસો પહેલા જ આવ્યો છે. આજે પી.એમ. મોદીની તમિલનાડુ મુલાકાત પહેલા ડી.એમ.કે. નેતાએ મોદીને મારી નાખવાની ધમકી આપતાં એક વીડિયોએ વિવાદ ઊભો કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ નયનર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું છે કે વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર ડી.એમ.કે. નેતાની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેનકાસી જિલ્લામાં એસ.આઈ.આર. વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમ્યાન ડી.એમ.કે. દક્ષિણ જિલ્લા સચિવ જયપાલને આડકતરી રીતે પી.એમ. મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.
ડી.એમ.કે. નેતા જયપાલને પી.એમ. મોદીની તુલના નરકાસુર સાથે કરી હોવાનો આક્ષેપ પણ થયો છે.
નયનર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દેશમાં ખૂબજ મહત્ત્વપૂર્ણ પદ ધરાવતા નેતા, ખાસ કરીને વિશ્વભરમાં આદરણીય એક મહાન નેતા, કોઈપણ સન્માન કે સ્ટેજ શિષ્ટાચાર વિના, મારી નાખવાની ધમકી આપવી તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે શંકા ઊભી કરે છે. ખાસ કરીને, તેનકાસી સાંસદ રાની શ્રીકુમાર અને શંકરન કોવિલ ધારાસભ્ય રાજા, જેઓ ત્યાં હાજર હતા, જિલ્લા સચિવના ક્રૂર ભાષણમાં વિક્ષેપ પડ્યા વિના, મૌન સમગ્ર પક્ષના હિંસક સ્વભાવ અને ક્રૂરતાને ઉજાગર કરેે છે. આને ટાળવા માટે ડી.એમ.કે. ગમે તે બહાના બનાવે, તે સ્વીકારવામાં આવશે નહીં. હું ડી.એમ.કે. સરકારને વિનંતી કરૃં છું કે તેઓ તાત્કાલિક ડી.એમ.કે. દક્ષિણ જિલ્લા સચિવ જયપાલની ધરપકડ કરે. જેમણે ભારતના માનનીય વડાપ્રધાનની સલામતીને જોખમમાં મુકે તેવા નિવેદનો આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial