Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એસઆઈઆરની કામગીરીના સંદર્ભે
જામનગર તા. ૧૯: જામનગરમાં એસઆઈઆરની કામગીરી ઝડપથી અને ગુણવત્તાસભર થાય, તે માટે બીએલઓની મદદ માટે કેટલાક ઓર્ડર નીકળ્યા હોવાના અહેવાલો છે. જુદા જુદા સરકારી-અર્ધસરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓને પણ તાલીમબદ્ધ બીએલઓ સાથે જોડવામાં આવ્યા હોય તો તે યોગ્ય કદમ ગણાય. આ અંગે કેટલાક અભિપ્રાયો તથા સૂચનો પણ સામે આવી રહ્યા છે.
આ કામગીરીમાં બીએલઓ તરીકે થયેલી નિમણૂકો તથા કોઈ અનિવાર્ય સંજોગો, બીમારી કે અકસ્માતના કારણે કોઈ તાલીમબદ્ધ બીએલઓને રજા પર જવું પડે તેમ હોય તો તેના સ્થાને બીજા બીએલઓ નિમવામાં આવ્યા હોય, ત્યારે તેવા નવા બીએલઓને મદદરૂપ થવા તાલીમબદ્ધ મદદનીશની જરૂર પડે તે સ્વાભાવિક છે.
જો તાલીમબદ્ધ બીએલઓ અને તેના મદદનીશ વચ્ચે સારૂ સંકલન હોય અને એક જ વિસ્તારમાં રહેતા હોય, અને તેને સમાન વિસ્તારની કામગીરી સુપ્રત કરવામાં આવે તો તેમાં સમય અને શ્રમની બચત પણ થાય અને કામ પણ ઝડપી અને ગુણવત્તાવાળું થઈ શકે, તેથી તે પ્રકારની વહીવટી સંકલિત ગોઠવણી થાય તો તે ઉચિત રહેશે, તેવા જનપ્રતિભાવો છે.
આ ઉપરાંત મદદનીશ સ્ટાફ જો બીએલઓના પરિચિત કે પરિવારજન હોય તો કામગીરી વધુ સુચારૂ, ઝડપી અને ચોક્સાઈવાળી બની શકે તેમ હોવાથી એકાદ બેઠક યોજીને કે પછી ઓનલાઈન આ પ્રકારની તૈયારી કે સહમતિ બતાવીને જો કોઈ બીએલઓની આ પ્રકારના ફેરફારો કરવાની વ્યવસ્થા જરૂરી હોવાના સૂચનો પણ થઈ રહ્યા છે.
જેવી રીતે શિક્ષકો તથા અન્ય વિભાગોમાં પતિ-પત્ની, ભાઈ-બહેન, મિત્રો કે પરિવારજનોને કેટલીક ઝુંબેશોના એક સાથે કામ સોંપવાથી શ્રેષ્ઠ આઉટપુટ મળતું હોય છે, તેવો જ પ્રયોગ એસઆઈઆરની કામગીરીમાં પણ થઈ શકે છે.
જો કે, એસઆઈઆરની કામગીરી શરૂ થઈ તેને નોંધપાત્ર દિવસો થઈ ગયા છે, અને કેટલાક બીએલઓએ તો ૮૦ થી ૯૦ ટકા ફોર્મનું વિતરણ પણ કરી દીધું હશે, પરંતુ રિસિવીંગમાં ઝડપ આવતી નહીં હોવાથી આ પ્રકારના સૂચનો અને અભિપ્રાયો તથા બીએલઓ તથા અન્ય સ્ટાફના અનુભવો તથા પ્રતિભાઓ મેળવીને જરૂરી સુધારા-વધારા દરરોજ કરતા રહેવા પડે તેમ છે, અને એવું થશે, તો પાછળથી સમસ્યાઓ ઊભી નહીં થાય અને મૂળ ઉદ્દેશ્ય મુજબની મતદાર યાદી તૈયાર થશે, જે સૌ કોઈને સંતોષ આપશે. આ કારણે જો બીએલઓ તથા મદદનીશો વચ્ચે સુદૃઢ સંકલન જળવાય તેવો અભિગમ અપનાવાશે, તો પ્રક્રિયાના હિતમાં રહેશે, તેવા લોક-પ્રતિભાવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial