Advertisement
Author: નોબત સમાચાર

લતીપુરમાં પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવને શ્રદ્ધાંજલિ આપવા યોજાઈ સભા

રાજ્યભરના કલાકારો ઉપસ્થિતિ રહ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાતના કલાકારો લતીપુરમાં એકત્ર થયા હતાં અને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગત્ તા. ૧૬ ના ધ્રોળના લતીપુરમાં પટેલ રાસ મંડળી દ્વારા રાજ્યના એવોર્ડ વિજેતા મહેન્દ્ર આણદાણીની આગેવાનીમાં સરદાર પટેલ સેવામાં લોકકલાના ભિષ્મપિતામહ ગામડાના કલાકારોને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડનાર તેમજ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના વાઈસ ચેરમેન, ગુજરાત લોક કલા ફાઉન્ડેશનમાં સ્થાપક એવા પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવને શ્રદ્ધાંજલિ આપવા સભા યોજાઈ હતી.

આ શ્રદ્ધાંજલિ સભામાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, દાહોદ વિગેરે જિલ્લામાંથી રાષ્ટ્રીય, ગુજરાત કલાનો એવોર્ડ મેળવનાર ૮પ જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની કલા સેવાના સ્મરણ કર્યા હતાં અને પાતે અનાથ થયા હોવાનો કલાકારોએ સૂર વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શંકરભાઈ પઢાર, ડાયાભાઈ નકુમ, મહેન્દ્રભાઈ આણદાણી,ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા કરણભાઈ સિંધવ, રાણાભાઈ સીડાના પ્રતિનિધિ ભોજાભાઈ આગઠ, પંકજભાઈ ચુડાસમા ઉપરાંત જેસીંગપરા રાસ મંડળ-અમરેલી, પાંચાલ રાસ મંડળ-થાનગઢ, ગોવાળિયો રાસ મંડળ-સુરેન્દ્રનગર, રાજ શક્તિ રાસ મંડળ-જામનગર, સંસ્કૃતિ ડાન્સ એકેડમી-રાજકોટ, મેર રાસ મંડળ-પોરબંદર, આંબાવાડી કલા વૃન્દ-જામખંભાળિયા, બ્રહ્મપુરી રાસ મંડળ-માળિયા હાટીના, ભારતીય ટીપ્પણી લોકનૃત્ય મંડળ-ચોરવાડ, શક્તિ ટિપ્પણી લોક નૃત્ય મંડળ-ચોરવાડ, ભવાની ટિપ્પણી લોક નૃત્ય મંડળ-ચોરવાડ, પૂર્વી લોક કલા કેન્દ્ર-ભૂજ, કલ્ચર ગ્રુપ ઓફ કરચલિયાપરા-ભાવનગર, રાણાગઢ પઢાર યુવક મંડળ-રાણાગઢ, પઢાર યુવક મંડળ-નાની કડેચી, માલધારી રાસમંડળ-જોરાવરનગર, પ્રગતિ યુવક મંડળ-દવલી દોડ ડાંગ, નાકુબાઈ દેવરૂપણ કલા મંડળ-નાખલ-છોટાઉદેપુર, નવચેતના કલા મંડળ-જામનગર, દરબાર ગોપાલદાસ કલા સંસ્થા-અલિયાબાડા, ચામુંડા રાસ મંડળ-લતીપુર, ઈવેન્ટ મેનેજર અરૂણાબેન મારૂ, આવળ રાસ મંડળ-પોરબંદર, તેમજ લતીપુર, ધ્રોળ, પડધરીના નાના-મોટા કલાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને જોરાવરસિંહ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh