Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક દુર્ઘટનાઓ પછી જટિલ નિયમો બનતા લાયસન્સ મળતું નથી
દ્વારકા તા. ૧૯: શિવરાજપુર બીચ પર સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી દોઢ વર્ષથી બંધ હોવાથી સહેલાણીઓમાં નિરાશા વ્યાપી છે.
દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે સ્કૂબા ડાઈવીંગની એડવેન્ચર એકટીવીટીઝ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી બંધ રહેતાં સહેલાણીઓમાં નિરાશા વ્યાપી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઓળખ બનેલા શિવરાજપુર ના બ્લ્યુ ફલેગની મુલાકાતે દર વર્ષે લાખો સહેલાણીઓ આવે છે. રાજ્યમાં અન્ય જગ્યાએ બનેલ દુર્ઘટના પછી રાજ્યભરમાં વોટરસ્પોર્ટસ અને એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝ પર રોક લગાવી દીધાની સાથે શિવરાજપુરમાં કરવામાં આવતી સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી પર પણ બ્રેક લગાવી દીધાને આશરે દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં જટિલ લાયસન્સીંગ પ્રક્રિયાને લીધેુ આજદિન સુધી અહીં સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી શરૂ થઈ શકી નથી.
જાણકારોના મતે તાજેતરમાં સરકાર દ્વારા વોટર સ્પોર્ટસ અને એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝના નિયમોની જટિલતાને લીધે સ્થાનિય તરવૈયાઓ અને સંસ્થાઓને લાયસન્સીંગ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોય, હજુ સુધી સ્કૂબા ડાઈવીંગ સહિત અનેક એકટીવીટીઝ પુનઃ શરૂ કરી શકાઈ નથી. જેના કારણે સહેલાણીઓમાં વ્યાપક નિરાશા જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે શિવરાજપુર બીચ એ આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતો બ્લ્યુ ફલેગ બીચ હોય, દર વર્ષે લાખો ટુરીસ્ટ અહીં મુલાકાત લે છે. શિવરાજપુર બીચ પ્રમાણમાં છીછરો અને સલામત હોય અને દરિયાનું પાણી પણ સ્વચ્છ હોય એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝને પસંદ કરનારા સેંકડો સહેલાણીઓ સ્થાનિય સ્કૂબા ડાઈવીંગ સંસ્થાઓની મદદથી દરિયાની અંદર સ્કૂબા ડાઈવીંગનો લુત્ફ ઉઠાવતા હોય, હાલમાં દોઢેક વર્ષથી લાયસન્સીંગ પ્રક્રિયામાં વિલંબને કારણે શિવરાજપુર બીચની મોજ માણવા આવતા ટુરીસ્ટ સ્કૂબા ડાઈવીંગના લુત્ફથી વંચિત રહી જાય છે.
દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ પાણીની અંદરની અદ્ભુત દુનિયાને પ્રત્યક્ષ નિહાળવા અનેક સાહસિક તરવૈયાઓ તથા સ્કૂબા ડાઈવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહ્યો છે. ઓકટોબરથી માર્ચના સમયગાળામાં સ્કૂબા ડાઈવર્સ વધુ સારી રીતે દરિયાઈ સૃષ્ટિ નિહાળી શકતા હોય, આ સમયમાં વધુ પ્રમાણમાં સ્કૂબા ડાઈવર્સ શિવરાજપુર બીચની મુલાકાત લેતા હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સીધી દેખરેખમાં જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલપમેન્ટ એકટીવીટીઝ તથા ફેઈઝવાઈઝ વિકાસલક્ષી કામગીરી કરાઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટુરીસ્ટને આકર્ષતી સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી માટે લાયસન્સીંગ પ્રક્રિયા સરળ બને તે માટે પગલાં લેવાય તેવી માંગો ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial