Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે
ખંભાળિયા તા. ૧૯: સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે રબારી સમાજ વાડીમાં ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી નિમિતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આઝાદી પૂર્વે અંગેજોના દમન સામે ભગવાન બિરસા મુંડાએ લડત આપી રાષ્ટ્રપ્રથમના મંત્રને ચરિતાર્થ કર્યો હતો. આદિવાસી સમાજના રક્ષણાર્થે અંગેજો તથા જમીનદારો સામે જંગ છેડ્યો હતો. ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જનસમુદાયને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઓળખ આપી છે.
વધુમાં ધારાસભ્યએ કહૃાું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. તેઓ જળ, જમીન અને જંગલના રક્ષણ માટે અનેકગણું યોગદાન આપ્યું હતું. તેમજ પ્રકૃતિને મહત્ત્વ આપ્યું હતું. માત્ર ૨૫ વર્ષની નાની વયના ખૂબ જ ટૂંકા જીવનકાળમાં તેઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા. આટલું મોટું યોગદાન આપનારા આદિવાસી સમાજને મુખ્યધારામાં લાવવાનું કાર્ય જો કોઈએ કર્યું છે તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિજાતિના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના પરિણામે આદિજાતિના ઉત્કર્ષમાં નોંધપાત્ર સુધારો થયો છે.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના ૬૫૦ લાખથી વધુ રકમ ૨૦૯ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત, મહાનુભાવોના હસ્તે આદિજાતિના યુવક અને યુવતીઓ વિવિધ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગૌરવ યાત્રા દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મેળવનાર વિધાર્થીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ભગવાન બિરસા મુંડાના જીવનકવનનું નિર્દર્શિત કરતી ફિલ્મ નિહાળવાના આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર તથા આભારવિધિ પ્રાંત અધિકારી કે.કે.કરમટા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય રાજીબેન મોરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, વી.ડી.મોરી, પાલભાઈ કરમૂર, પ્રિયેશભાઈ અનડકટ, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા, સાજણભાઈ રાવલીયા, અલ્પેશભાઈ પાથર, ભાલચંદ્રભાઈ ભટ્ટ સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહૃાાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial