Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિતઃ વડીલો ખુશખુશાલ
ખંભાળિયા તા. ૧૯: સલાયાના અગ્રણી રઘુવંશી તથા પત્રકાર ભરતભાઈ લાલ દ્વારા ખંભાળિયામાં વડીલોનું સ્નેહમિલન યોજાયું હતું.
ખંભાળિયા તાલુકાના સલાયાના રઘુવંશી જ્ઞાતિ પ્રમુખ તથા વેપારી અગ્રણી પીઢ પત્રકાર ભરતભાઈ લાલ દ્વારા ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને રામનાથ વિસ્તાર તથા નજીકના વિસ્તારોમાં રહેતા વડીલોનું સ્નેહમિલન યોજયું હતું.
જલારામ બાપાની છબિ પાસે દીપ પ્રાગટય કરીને અગ્રણીઓ રમણિકભાઈ રાડીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય તથા મનુભાઈ પાબારી દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી વરિષ્ઠ પત્રકાર રમણિકભાઈ રાડીયાએ ભરતભાઈ લાલની સેવાભાવી પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યોને યાદ કરીને વડીલોના સ્નેહમિલન કાર્યક્રમને બિરદાવ્યો હતો તથા વડીલોને શુભ કામના પાઠવી હતી. બ્રહ્મ સમાજ અગ્રણી કેળવણીકાર તથા પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા લાક્ષણિક શૈલીમાં કવિતા સાથે આધુનિક ભાગદોડ ભરી જિંદગી, વૃદ્ધાવસ્થામાં એકલતા ટાળવાના પ્રયોગો, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, કામગીરી વિષે જાણકારી આપી વડીલોના કાઈપણ પ્રશ્નો હોય સામૂહિક રીતે નિરાકરણની ખાતરી આપી હતી તથા મનુભાઈ પાબારી જોશીભાઈ દ્વારા જુના ગીતો ગાઈને મોજ કરાવી હતી. જુના સંસ્મરણોની મોજ સાથે અલ્પાહાર કરીને વડીલોએ પોતાના મનોભાવો વિચારો વ્યકત કર્યા હતા તથા આનંદપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો તથા ભરતભાઈ લાલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial