Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં કડકડતી ઠંડીઃ 'સેન્યોર' ચક્રવાતનો ખતરો

રાજ્યના ૧૦ શહેરમાં ૧પ ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું: અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સંભાવના

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૯: ગુજરાતમાં ઠંડીનો ચમકારો અને માવઠાની શક્યતા વચ્ચે ફરી અરબી સમુદ્રમાં લો-પ્રેશર બની શકે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપહાસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે તેવી સંભાવના સાથે આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા જણાવાઈ રહી છે.

કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં નવેમ્બરના અંતમાં ફરીવાર માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે તેવી સંભાવના છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા છે, તેમજ ૧૯ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો-પ્રેશર બની શકે તેવી આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ અંબાલાલ પટેલે આજથી અરબી સમુદ્રમાં લો-પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે. ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે.

આ તરફ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૧૪ ડીગ્રી ન્યુનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે, તેમજ અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં ૧૩ ડીગ્રી ન્યુનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને તાપી સહિતના જિલ્લાઓમાં ૧પ ડીગ્રી ન્યુનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગત્ રાત્રિના દાહોદમાં ૯.૯ ડીગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચુ તાપમાન નલિયામાં ૧૦.પ ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા ૪.૯ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદમાં ગત્ રાત્રિના ૧૩.પ ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત્ રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા ૩.પ ડીગ્રીનો ઘટાડો થયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે.

બીજી તરફ આઈ.એમ.ડી. દ્વારા જાહેરા કરાઈ છે કે બંગાળની ખાડીમાં આગામી ૨૨ નવેમ્બરે અર્થાત ત્રણ દિવસ પછી એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને આશરે તેના ૪૮ કલાક પછી આ સિસ્ટમ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. આ સિસ્ટમ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

જો કે જીએફએસ મોડેલ જોઈએ તો આ સિસ્ટમ ચક્રાવાતનું સ્વરૂપ ધારણ કરશે. અને કોઈપણ ચક્રાવાતના નામે એશિયાના ૧૩ દેશો દ્વારા અગાઉથી જ નિશ્ચિત કરી દેવાયા છે તે મુજબ જો આ સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે તો આ ચક્રાવાતનું નામ 'સેન્યોર' હશે. દેશના દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં આ સંભવિત ચક્રવાતની અસર- પ્રભાવ પડશે, પણ ગુજરાતમાં આ ચક્રવાત બન્યે ઠંડીનું પ્રમાણ જે હાલ આપણે વધી રહ્યું છે, તે ઘટી શકે છે. ગુજરાત તરફ આ ચક્રવાત આવવાનો નિર્દેશ હાલ કોઈ આધારભૂત મોડેલમાં મળતો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh