Advertisement
Author: નોબત સમાચાર

મતદાર યાદીમાં ગરબડીની આશંકા સાથે હજારો નામ નીકળી જવાની દહેશત વ્યક્ત કરતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ

જામનગર જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમમાં બીએલઓ યોગ્ય કામગીરી કરતા નથી

                                                                                                                                                                                                      

 

જામનગર તા. ૧૯: હાલમાં સમગ્ર ગુજરાતમાં 'એસઆઈઆર' મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગર શહેર/જિલ્લામાં બીએલઓ યોગ્ય કામગીરી કરતા નથી તેવો આક્રોશ વ્યક્ત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે બીએલઓ બરાબર ફરજ બજાવતા નથી, લોકો સુધી હજી ફોર્મ પહોંચ્યા નથી, લોકોને જરૂરી ફોર્મ આપવામાં આવતા નથી તેવી અડચણોની રજૂઆત કરી હતી.

આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે, લોકોમાં ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે પણ કામગીરીમાં મોટાપાયે ગરબડી થઈ રહી છે. આવી શંકાસ્પદ કામગીરીમાં મતદાર યાદીમાંથી હજારોની સંખ્યામાં નામ કમી થવાની દહેશત અસ્થાને નથી. આવા નામો નીકળી ગયા પછી હું યાદી લઈને પુરાવા રજૂ કરીશ. કોંગ્રેસની સ્પષ્ટ માગણી છે કે દરેક લોકોને તેમનો મત આપવાનો અધિકાર મળવો જોઈએ.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કામગીરી અંગે સવાલો ઊઠાવ્યા હતાં. વોર્ડ નં. ૧૦, ૧૩ બુથોમાં બીએલઓ સાથે કોઈ મદદગાર જ હાજર હોતા નથી, જેના કારણે કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે.

કોર્પોરેટર જેનબબેન ખફીએ જણાવ્યું કે, એક બીએલઓ રજા ઉપર હતાં અને ફોર્મ સાથે લઈ ગયા હોવાથી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ કલેક્ટર કચેરીમાં પણ આ કામગીરી સંદર્ભમાં કેન્દ્ર શરૂ કરવા જણાવ્યું હતું. વિપક્ષ નેતા ધવલભાઈ નંદાએ કહ્યું હતું કે, જર્જરીત મકાનોમાંથી સ્થળાંતરિત થયેલા વિસ્થાપિતોને ફોર્મ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોંગ્રેસે બીએલઓની ફરજ બજાવતા કર્મચારીઓને પણ અનેક સમસ્યા હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રસંગે કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સંજયભાઈ કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર દિપુભાઈ પારિયા,અન્ય કાર્યકરો, હોદ્દેદારો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh