Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં મહારાણા પ્રતાપની પ્રતિમાથી રામનાથ મંદિર સુધી સરદાર પટેલ યુનિટી માર્ચ યોજાઈ

મહાનુભાવો સહિત સૌએ સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા લીધા શપથઃ ઠેર- ઠેર સ્વાગત

                                                                                                                                                                                                      

એકતા અને અખંડિતતાના શિલ્પીના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં  'સરદાર  ૧૫૦ યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારની પદયાત્રાને ધારાસભ્ય મૂળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય મૂળુભાઇ બેરાએ જણાવ્યું કે, લોહપુરુષ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિતે ખંભાળિયામાં જિલ્લા કક્ષાની પદયાત્રા આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યની વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે દેશી રજવાડાઓને એક કરી દેશને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુમાં ધારાસભ્ય એ કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતાના અને અખંડિતતા શિલ્પી એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા *સ્ટેચ્યુ ઓફ યુનિટી* નિર્માણ કરી ખરા અર્થમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. ઉપરાંત, આપણે સૌ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તેમજ અન્યોને પણ સ્વદેશી વસ્તુના ઉપયોગની પ્રેરણા આપી આત્મનિર્ભર ભારતના સંકલ્પ થકી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ.

ખંભાળિયાના મહારાણા પ્રતાપ પ્રતિમાથી શરૂ થયેલી પદયાત્રા આઈ.ટી.આઈ ગેટ, ધોરીવાવ ગૌશાળા, નરશી ભુવન, નગર ગેટ, શારદા સિનેમા રોડ, રોકડિયા હનુમાન મંદિર, જોધપુર નાકા, આદર્શ સ્કૂલ, રામનાથ સોસાયટી થઇને રામનાથ મંદિરમાં સમાપ્ત થઈ હતી. પદયાત્રા સમગ્ર રૂટ પર મહાનુભાવો સહિત સૌ કોઈ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવી જોડાયા હતા.

પદયાત્રાના પ્રારંભ પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાંત, યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખંભાળિયા વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ભાણવડ નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ કલેકટર મનોજ દેસાઈ, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, પાલાભાઈ કરમુર, એભાભાઈ કરમૂર, ભરતભાઈ ચાવડા, ભરતભાઈ ગોજિયા, રેખાબેન ખેતિયા, મસરીભાઈ નંદાણીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh