Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના માંઝા ગામે કરોડોના ખર્ચે નિર્માણ થશે સુવિધાજનક કન્યા છાત્રાલય

ચારણ-ગઢવી સમાજની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયાના માંઝા ગામમાં સોનલ કન્યા છાત્રાલયનું ભવ્ય નિર્માણ થશે. ચારણ-ગઢવી સમાજની દીકરીઓના શ્રેષ્ઠ શિક્ષણ માટે કરોડોના ખર્ચે કન્યા છાત્રાલય બનશે. આ માટે સમાજના આગેવાનો દ્વારા ગામડે ગામડે જઈ પ્રયાસો હાથ ધર્યા છે, અને કન્યા શિક્ષણ સહિત શૈક્ષણિક વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક માંઝા ગામે ચારણ-ગઢવી સમાજની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુસર આઈશ્રી સોનલ કન્યા લાત્રાલયનું ભવ્ય નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા. ર૭-૧૧-ર૦રપ ના સોનલમાના મહાપ્રયાણના દિવસે શ્રી સોનલ આદેશ અમલિકરણ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ ખંભાળિયા દ્વારા સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવશે.

આ ઉદ્દેશ્ય માટે ચારણ- ગઢવી સમાજના અગ્રણીઓ સામતભાઈ રૂડાચ, પરબતભાઈ માયાણી, ભોલાભાઈ સાખરા, આલાભાઈ જામ, રાણસીભાઈ સંધિયા, રાજાભાઈ રૂડાચ, અરવિંદભાઈ હરગાણી, રઘુભાઈ રૂડાચ, મહેશભાઈ મોવર, ડલુભાઈ સાખરા સહિત આગેવાનો દ્વારા ચારણ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગામડે ગામડે જઈ રહ્યા છે.

માઁ સોનલે જોયેલા સપના ચારણ સમાજ દીકરા-દીકરીઓ શિક્ષિત થાય, સમાજની દીકરીઓ આગળ વધે તે સંદેશા લઈને ખંભાળિયાના વિજયનગર પરોડિયા, માંઢા, બેહ, નાના આસોટા, મોટા આસોટા, રાણ લિંબડી, ભાટિયા, સુઈનેશ, મઢી, ભોગાત સહિતના ગામોનો પ્રવાસ હાથ ધરવામાં આવ્યો હતો, અને ચારણ સમાજના ભાઈઓ-બહેનોને આ શિક્ષણ કાર્યમાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

બીજે દિવસે ધુમથર, મોવાણ, પીપરિયા, માધુપુર, પીપળિયા, માળી, શેરડી, ભાડથર, ભારાબેરાજા, ભીંડા, લલિયા, ભટ્ટગામ, માંઝા સહિતના ગામોમાં અગ્રણીઓ દ્વારા ગામડે ગામડે પ્રવાસ કરવામાં આવ્યો હતો. ભૂમિ પૂજનના દિવસે ધર્મસભા, દાતાઓનું સન્માન, શિક્ષણ સભા, રાસગરબા, પ્રસાદી અને સંતવાણી કાર્યક્રમ તેમજ સરકારી નોકરી કરતી દીકરીઓને સન્માન અને પ્રવચન સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, અને તા. ર૭ મી નવેમ્બરે યોજાનારા ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેવા સમસ્ત ચારણ-ગઢવી સમાજ દ્વારા ખાસ ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh