Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળામાં કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ સહિતના કાર્યક્રમો
ઓખા તા. ૧૯: સુદર્શન સેતુ થકી બેટ દ્વારકામાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે. શિયાળા દરમ્યાન કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ સહિત ટુરીસ્ટ આકર્ષણો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.
ઓખા -બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બન્યા પછી બેટ દ્વારકા તીર્થક્ષેત્ર જમીન માર્ગે જોડાઈ જતાં સહેલાણીઓ તથા દર્શનાર્થીઓ માટે સફર સુગમ બન્યું છે અને દરરોજના આશરે વીસ હજાર જેટલા પ્રવાસીઓ તથા સ્થાનિકોની અવર-જવર ધરાવતો ધમધમતો બ્રિજ બન્યો છે.
આ બેનમૂન બ્રિજ પર પ્રવાસીઓ માટે વ્યુઈંગ ગેલેરી, સેલ્ફી પોઈન્ટ્સ તેમજ રાત્રિના લાઈટીંગ ડેકોરેશનથી દિવસ દરમ્યાન તથા રાત્રિના પણ આ બીચ નીહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે.
આ સાથે બેટ દ્વારકામાં પ્રવાસનના વિવિધ સ્કોપ ખૂલી જતાં ટૂરીસ્ટ ઉદ્યોગને વેગ મળ્યો છે. દર વર્ષે બેટ દ્વારકાના પ્રાકૃતિક સૌંદર્ય સભર વાતાવરણમાં કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ, બીચના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો અને બેટ દ્વારકામાં પ્રવાસનલક્ષી સુવિધાઓમાં વધારો થવાથી પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક મંદિરોમાં ટુરીસ્ટની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી જોવા મળી રહી હોય, સમગ્ર બેટ દ્વારકાના ટુરીઝમ ઉદ્યોગને વેગ મળ્યો છે.
જો કે, યાત્રીક સુરક્ષાની દૃષ્ટિએ અમુક ટુરીસ્ટ એકટીવીટીઝ પર હાલમાં મનાઈ ફરમાવવામાં આવેલ છે, તેમ છતાં રાજ્ય તથા દેશભરના પ્રવાસીઓ ઉપરાંત વિદેશી ટુરીસ્ટો માટે પણ બેટ દ્વારકા મહત્ત્વનું ટુરીઝમ અને એન્ટરટેઈનમેન્ટનો ત્રિવેણી સંગમ રચાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial