Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેડીયુ વિધાનસભા દળના નેતા નીતિશ કુમાર ચૂંટાયા
પટણા તા. ૧૯: બિહારમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે, અને આવતીકાલે બપોરે ૧૧-૩૦ વાગ્યે શપથવિધિ યોજાશે, જેમાં નીતિશ કુમાર સરકાર શપથ લેશે.
બિહારમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આવતીકાલે બપોરે ૧૧-૩૦ વાગ્યે ગાંધી મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે, જેમાં નીતિશ કુમાર મંત્રીમંડળ શપથ લેશે. આ શપથવિધિમાં વડાપ્રધાન સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી હોવાના અહેવાલો છે.
એ પહેલા બિહાર વિધાનસભા જેડીયુ વિધાયક દળની બેઠકમાં નીતિશ કુમારને વિધાનસભા દળના નેતા ચૂંટવામાં આવ્યા હતાં. તેવી જ રીતે ભાજપ વિધાનસભા દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાનસભા દળના નેતા ચૂંટવામાં આવ્યા હતાં.
બે નાયબ મુખ્યમંત્રી રહેશે કે એક નાયબ મુખ્યમંત્રી રહેશે, તે અંગે અટકળો થઈ રહી છે, જ્યારે ભાજપ, જેડીયુ તથા અન્ય સાથીદાર પક્ષોમાંથી કોણ કોણ મંત્રીમંડળમાં સામેલ થશે, તે અંગે પણ અટકળોનું બજાર ગરમ છે.
ભારતીય જનતા પક્ષને વિધાનસભાના અધ્યક્ષનું પદ અને જેડીયુને ઉપાધ્યક્ષનું પદ મળે, તે લગભગ નક્કી થઈ ગયું છે, પરંતુ ગૃહખાતું મેળવવા માટે બન્ને મુખ્ય પક્ષો જેડીયુ અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાના અહેવાલો છે.
નાયબ મુખ્યમંત્રી પદની સંખ્યા તથા ગૃહ વિભાગ સહિતના વિવિધ ખાતાઓ કોને કોને ફાળવાશે, તે અંગે સસ્પેન્સ છે, જ્યારે કોને કોને મંત્રીમંડળમાં સમાવાશે, તેનું ચિત્ર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial