Advertisement
Author: નોબત સમાચાર

કમોસમી વરસાદથી થયેલ નુકસાન સંદર્ભે દ્વારકા જિલ્લાના ખેડૂતોને અરજી કરવા તાકીદ

કૃષિ રાહત ૫ેકેજ ઓક્ટોબર-ર૦રપ અંતર્ગત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૯: રાજ્યમાં બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં નોંધાયેલ કમોસમી વરસાદની વ્યાપકતા અને નુકસાનીના કારણે થયેલ પાક નુકસાની સંદર્ભે ખેડૂતોને સહાય આપવા માટે 'કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-ર૦રપ' જાહેર કરવામાં આવેલ છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ખરીફ ર૦રપ ઋતુમાં વાવેતર કરેલ પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય, તેમને રૂ. રર,૦૦૦/- પ્રતિ હેકટર લેખે સહાય મળવાપાત્ર થશે.

આ   પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર વીએલઈ/વીસીઈ મારફત "કૃષિ રાહત પેકેજ પોર્ટલ" પર કરવાની રહેશે તેમજ ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં. ૮/અ મુજબ) મહત્તમ બે (ર) હેકટરની મર્યાદામાં જ મળવાપાત્ર થશે.

અરજી કરતી વખતે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટસ સાથે રાખવાના રહેશે. ગામ નમૂના નં. ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો (જેમાં પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવેલ હોય) / ગામ નમૂના નં. ૭-૧ર, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં, અન્ય ખાતેદારોની સહીવાળો 'નો-વાંધા' અંગેનો સંમત્તિપત્ર', જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે ઓનલાઈન અરજી કરી આ પેકેજનો લાભ લેવા વિનંતી છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh