Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગભગ તમામ કર્મચારીઓને તાકીદની સૂચનાઓઃ
જામનગર તા. ૧૯: રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ મહત્વકાંક્ષી સહાયનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ ખેડૂતને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી અને ઝડપથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા જિલ્લાના લગત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ કૃષિ સહાય પેકેજના સુચારૂ પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે. અંકિત પન્નુએ જણાવ્યું હતું છે કે જ્યાં રાજ્ય સરકાર ખેડૂતોના પડખે ઊભા રહીને આટલો મોટો અને ખેડૂતલક્ષી નિર્ણય લઈ રહી છે ત્યાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખેડૂતોને સંપૂર્ણ મદદરૂપ થવા કટિબદ્ધ છે. ખેડૂતોને આર્થિક ટેકો અને સરળતાથી સહાય મળી રહે તેમજ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જિલ્લાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતલક્ષી આ પેકેજના સમયસર અને અસરકારક અમલ માટે સંપૂર્ણપણે સજ્જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial