Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહોળી સંખ્યામાં બીએલઓ- માતૃશકિત કાર્યકરો જોડાયા
ખંભાળિયા તા. ૧૯: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા દ્વારા ચૂંટણી કામગીરી દરમિયાન બી.એલ.ઓ.ને પડતી મુશ્કેલીઓ મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ, જેમાં ધરપકડ વોરન્ટ પ્રથા રદ્ કરવા સહિત નવ માંગ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા સેવા સદનમાં રાજયના મુખ્યમંત્રી તથા મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન મુજબ આપવામાં આવેલ આવેદનમાં જિલ્લામાં બુથ લેવલ ઓફિસર્સ અને સુપરવાઈઝર્સને ચૂંટણીલક્ષી કામગીરી દરમ્યાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા વોરન્ટ પ્રથા સદંતર રદ્દ કરવા સહિત નવ માંગો અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તેઓની માંગમાં ધરપકડ વોરન્ટ પ્રથા રદ્દ કરવી, બીએલઓ ફરજની સમાન વહેચણીના આદેશ અમલમાં લાવવો, શિક્ષકો માટે અલગ બીએલઓ કેડરની રચના કરવી, શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુકિત આપવી, માનવતાપૂર્વકની પ્રક્રિયા કરવી, ડેટા એન્ટ્રી કામગીરી અન્ય પાસે કરાવવી, શિક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા જાળવવી, સિંગલ શિક્ષકને બીએલઓ ફરજમાંથી મુકિત આપવી, ૧૦૦ ઓન ડયુટી આદેશની યોગ્ય અમલવારી કરાવવી અને આ આદેશ ચોકકસ સમય મર્યાદા સાથે કરવો જેવી નવ માંગ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં અધિક કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં બહોળી સંખ્યામાં બીએલઓ તથા માતૃશકિત કાર્યકરો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial