Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દબાણો હટાવવામાં બહાદુરી દેખાડયા પછી
ખંંભાળીયા તા. ૧૯: ખંભાળીયામાં વર્ષો ૫હેલા ધરમપુર વિસ્તારનો બેડીયાવાડીનો એક રોડ કરોડોના ખર્ચે મંજુર થયો હતો પરંતુ આ રોડ બનાવવાના રસ્તા પર દબાણો હોય, કામ ચાલુ ન થતા મહિનાઓથી બંધ પડેલું કાર્ય એ સમયના મામલતદાર વિક્રમ વરૂ દ્વારા મેગા ડિમોલીશન ચલાવીને રસ્તાઓને નડતરરૂપ દબાણો તોડી પાડેલ, જેમાં અનેક મકાનો, દુકાનો, પ્લોટની દીવાલો વગેરે હતા. આ દબાણો હટી જતાં રસ્તો બનાવવાનો માર્ગ ખુલતા રસ્તો પણ નવો બન્યો, પણ રસ્તો બનવાના એકાદ વર્ષ પછી પણ હજુ સાપ ગયો ને લીસોટા રહ્યાની જેમ આ રસ્તાની બંને બાજુ ડિમોલીશન થયેલા મકાનો, દુકાનો, પ્લોટ, દીવાલોનો કાટમાળ જૈસે થે ની સ્થિતિમાં જ છે !!
લાખો રૂપિયાના ખર્ચે જેસીબી જેવા સાધનો માનવશ્રમ તથા અધિકારીઓ ને દિવસો સુધી ખડેપગે ચોકી કરી પોલીસને સાથે રાખીને ડિમોલીશન કર્યું જેમાં લાખો નહીં કરોડોની જમીનો સરકારી હોય, તે ખુલ્લી થઈ ગઈ છે, પણ આ ડિમોલીશન પછી પણ કાંઈ કાર્ય ન થતાં ફરી એક વખત અહીં દબાણો થઈ જાય અને ફરીથી ડિમોલીશન કરવું પડે તો નવાઈ નહીં !!
સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ થયું તેને ખુલ્લું કર્યું તો પછી તે જગ્યા સરકારી છે તેનો કબજો લઈ બાઉન્ડ્રી વાળવામાં શા માટે નથી આવતી ? તે પણ મોટો પ્રશ્ન છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial