Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીની કચેરીમાં રપ નવેમ્બરે સુનાવણી
દ્વારકા તા. ૧૯: દ્વારકા નજીક આવેલા સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ લેવાની, સ્વચ્છતાના અભાવની તથા મંદિરની અંદરની દુકાનોના કારણે અસલામતિ જેવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવતા પ્રાંત અધિકારીએ ટ્રસ્ટીને નોટીસ આપી છે.
નાગેશ્વર મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે. સરપંચ નાગેશ્વરની રજૂઆત મુજબ મંદિરની અંદર દુકાનવાળાઓ દ્વારા ગેરકાયદેસર દુકાન કરી પૂજાની થાળીનું વેંચાણ કરતા હોવાનું જણાવેલ છે, તેમજ મંદિરની અંદરની ગેરકાયદેસર દુકાનોને કારણે મંદિર પરિસરમાં ભાગદોડ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા દાનપેટીના નાણામાં ભ્રષ્ટાચાર કરતા હોવાનું તેમજ પૂજારી દ્વારા શ્રદ્ધાળુઓ પાસથી મોટી રકમ લઈ પૂજા કરાવતા હોવાનું જણાવેલ છે.
આ ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના પટાંગણ તથા મંદિરની આસપાસના વિસ્તારમાં કચરો નાખવામાં આવે છે, જેના કારણે મંદિર તથા મંદિરની આસપાસ સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, જે બાબતે ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. આમ આ બાબતે શ્રદ્ધાળુઓની જાહેર સલામતીને ધ્યાને લઈ કલમ-૧પર હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ બાબતે નાગેશ્વર મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જેથી અંદર આવેલી દુકાનોને કારણે ભાગદોડ કે અન્ય કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે શ્રદ્ધાળુઓની જાહેર સલામતીને ધ્યાને લઈ નિયમોનુસાર કાર્યવાહી કરવી જરૂરી જણાય છે. આથી જાહેર ત્રાસદાયક બાબત દૂર કરવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧પર મુજબ કાર્યવાહી કરવાની જરૂર જણાય છે. તા. રપ-૧૧-ર૦રપ ના ૪ કલાકે અધિકારીની કચેરીમાં મુદ્ત રાખવામાં આવી છે.
જે કાંઈ રજૂઆત કરવી હોય તે માટે મુદ્તે હાજર રહેવું, જો મુદ્દતે હાજર રહેવામાં કસુર કરવામાં આવશે તો રજુઆત કરવી નથી તેમ માની એક તરફી રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા નોટીસમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial