Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિટ ઈન્ડિયા- ફિટ મીડિયા હેઠળ
જામનગર તા. ૧૯: ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ઈન્ડિયા રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંકયુત ઉપક્રમે જામનગર જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો હતો, જેનો ૪૪ પત્રકારોએ લાભ લીધો હતો.
ગત તા. ૧૩ના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટના ચેરમેન અજયભાઈ પટેલ કે જેવો સતત ગુજરાતના નાગરિકોના સ્વાસ્થની ચિંતા કરતા હોય ત્યારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા માહિતી વિભાગ તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને જામનગર જિલ્લા શાખા તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના પ્રેસ મીડિયા ના પ્રતિનિધિઓ માટે વિશેષ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખા, નેશનલ હાઈસ્કૂલમાં યોજાયો હતો. જેમાં અમદાવાદથી રેડક્રોસની મેડિકલ ટીમમા સંજયભાઈ વાળંદ, સુરેશભાઈ, જીતુભાઈ, નવનીતભાઈએ સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પત્રકારો તથા મીડિયાકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ચેક-અપ કરાવ્યું હતું. આવા મેડિકલ કેમ્પ દ્વારા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ હેતુ સિદ્ધ થયો છે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા રેડક્રોસના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ , વાઈસ ચેરપર્સન દિપાબેન સોની, સેક્રેટરી ડો વિહારીભાઈ છાટબાર તથા જિલ્લા માહિતીનિયામક રજાક ડેલા,પારુલબેન કાનગડ ઉપસ્થિત રહયા હતા.
આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી વગેરે ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનો પત્રકારો મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ, ઉપ પ્રમુખ સંજયભાઈ જાની, મંત્રી કિજલ કારસરીયા, ખજાનચી સુચિતભાઈ બારડ ઉપરાંત હિરેનભાઈ ત્રિવેદી, નેમિશભાઈ મહેતા, સહીતના ૪૪ પત્રકારોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં રેડ ક્રોસના સુરેશભાઈ ભીંડી, દીપકભાઈ વાછાણી, વિઠ્ઠલભાઈ ધોળકિઆ, અવનીબેન ત્રિવેદી, કાજલબેન ગનીયાણી, હિનાબેન શાહ, ભાવનાબેન રાણા, અલકાબેન મહેતા, નૃપાબેન મકવાણા, ભૂમિ મહેતા , ઉષાબેન ગાંધી, મિતલબેન શુક્લ, ભાર્ગવ ઠાકર, ભરતભાઈ દવે, નિકુલદાન ગઢવી, અજીતસિહ જાડેજા ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial