Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં ૨૪ કેરેટનું સોનુ સવા લાખ ભણી...
નવી દિલ્હી તા. ૧૯: સોનાના ભાવમાં કડાકો થયો છે. ૨૪ કેરેટ સોનું રૂ. ૧,૨૨,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું છે, જયારે ચાંદીના ભાવ પણ ગગડયા છે.
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહૃાો છે. આજે ૧૯ નવેમ્બર, ૨૦૨૫ ના સવારે, કિંમતી ધાતુઓના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે, જયારે ગ્રાહકો અવઢવમાં છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા બુધવાર સવારના આંકડા મુજબ, સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ૨૪ કેરેટ સોનું: ઘટીને ૧,૨૨,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું છે. ૨૩ કેરેટ સોનું: ૧,૨૧,૬૯૧ પ્રતિ ૧૦ ગ્રામ રહૃાું છે. ૨૨ કેરેટ સોનું: ૧,૧૧,૯૧૭ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે છે. ૧૮ કેરેટ સોનું: ૯૧,૬૩૫ પ્રતિ ૧૦ ગ્રામ રહૃાું છે. ૧૪ કેરેટ સોનું: ૭૧,૪૭૫ પ્રતિ ૧૦ ગ્રામ રહૃાું છે.
આ ઉપરાંત, ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે સવારે ચાંદીનો ભાવ ઘટીને ૧,૫૩,૭૦૬ પ્રતિ કિલો થઈ ગયો છે. અખિલ ભારતીય સર્રાફા સંઘના જણાવ્યા અનુસાર, દિલ્હીના સર્રાફા બજારમાં પણ સોનાની કિંમત તૂટીને ૧,૨૫,૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે, જ્યારે ચાંદીની કિંમત ઘટીને ૧,૫૬,૦૦૦ પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો, સોનું ઘટીને ૪,૦૪૨.૩૨ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, જોકે ચાંદીમાં નજીવો વધારો જોવા મળ્યો છે અને તે વધીને ડોલર ૫૦.૪૯ પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial