Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાની આગાહી કરતા યે એક દિવસ વહેલું આગમન... આનંદો...
નવી દિલ્હી તા. ૩૦ઃ હવામાન વિભાગની આગાહી કરતા યે એક દિવસ વહેલું ચોમાસું શરૂ થઈ જતા લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે હવે આનંદના સમાચાર આવ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે આજે જ કેરળના કિનારે પહોંચી ગયું છે અને હવે તે ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગએ બુધવરે (ર૯ મે, ર૦ર૪) જણાવ્યું હતું કે, 'આગામી ર૪ કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.'
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે ક્ષપ મે ના કેરળમાં ૩૧ મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર રવિવારના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે પૂર્વોત્તરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અગનવર્ષા થઈ રહી છે. હિટવેવને કારણે લોકો ત્રાહિમામ્ પોધારી ઊઠ્યા છે. આગ ઝરતી ગરમીથી પરેશાન થઈ ગયા છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. તે વચ્ચે રાહતના સમાચાર એ મળ્યા કે કેરળમાં ચોમાસું પ્રવેશ્યું છે. તે પછી લોકોને રાહત થઈ છે.
હવામાન ખાતાની તાજેતરની આગાહી અનુસાર ર૪ કલાર દરમિયાન કેરળ સહિત ઘણાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે, જ્યારે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને ઉત્તરપૂર્વમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકના ભાગો, છત્તીસગઢ અને ગોવામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પણ પડી શકે છે. દિલ્હી-એનસીઆરમાં આજે ભારે પવન સાથે ગરમીનું મોજું ફરી વળશે, જો કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. ગત્ દિવસે હળવા વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial