Advertisement
Author: નોબત સમાચાર

ટી-ર૦ વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચ સમયે ડ્રોન હુમલાની આઈએસઆઈએસની ધમકી!

ન્યૂયોર્કના સ્ટેડિયમમાં રમાનાર

નવી દિલ્હી તા. ૩૦ઃ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે એક વીડિયોમાં ધમકી આપી છે. વીડિયોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ધમકીનો વીડિયો સામે આવ્યા પછી સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે ન્યુયોર્ક પોલીસને સુરક્ષા વધારવા માટે સૂચના આપી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જવાનોની હાજરી વધારવામાં આવશે. લોકોએ મોનિટરિંગ અને સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દક્ષિણ અને મધ્યમ એશિયામાં સક્રિય ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની શાખા આઈએસઆઈએસ-ખોરાસાન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આ ધમકી આપવામાં આવી હતી.

હોચુલે કહ્યું કે આ સમયે કોઈ સુરક્ષા ખતરો નથી, પરંતુ અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એપ્રિલથી જ તેમને ધમકીઓ મળવા લાગી હતી. ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનને એટલે કે આઈએસઆઈએસ એ બ્રિટિશ ચેટ સાઈટ પર ક્રિકેટ સ્ટેડિયમની તસ્વીર પોસ્ટ કરી, જેના ઉપર ડ્રોન ઉડી રહ્યા હતાં. તેમાં ભારત-પાકિસ્તાન મેચની તા. ૯-૬-ર૪ લખેલી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે તેની ક્ષમતા ૩૦,૦૦૦ દર્શકોની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh