Advertisement
Author: નોબત સમાચાર

ટી-ર૦ વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ

ચાલો.. ક્રિકેટ રસિયાઓ... તૈયાર થઈ જાવ...

નવી દિલ્હી તા. ૩૦ઃ આગામી બીજી જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના યજમાન પદે ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપનો આરંભ થઈ રહ્યો છે.

આ વખતના વર્લ્ડકપ માટે આઈસીસીએ ર૦ ટીમોને ક્વોલીફાઈ કરી છે. જેમાં પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપની દરેક ટીમ બાકીની ચાર ટીમો સામે એક-એક લીગ મેચ રમશે.

આ ચારેય ગ્રુપમાં ટોચની બે ટીમોનો સુપર એઈટમાં પ્રવેશ થશે અને ત્યારપછી સુપર એઈટ ટીમો વચ્ચે નોકઆઉટ મેચો રમાશે.

આ વર્લ્ડકપનો પ્રથમ મેચ બીજી જૂને યુનાઈટે સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે રમાશે. જ્યારે ભારતનો પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમાશે. ભારત, પાકિસ્તાન અને દુનિયાભરના ક્રિકેટ રસીકોની જેની પર નજર છે તે ભારત-પાકિસ્તાનનો લીગ મેચ તા. ૯ જૂને રમાશે.

ટી-ર૦ ફોર્મેટ

ગ્રુપ 'એ'ઃ કેનેડા, ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ

- ગ્રુપ 'બી'ઃ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, નામીબિયા, ઓમાન, સ્કોટલેન્ડ

- ગ્રુપ 'સી'ઃ અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, ૫ાપુઆ ન્યુગીનીયા, યુગાન્ડા, વેસ્ટ ઈન્ડિઝ

- ગ્રુપ 'ડી'ઃ બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાલ, નેધરલેન્ડ

ભારતના મેચોનું સમયપત્રક

ભારતનો વાર્મઅપ મેચ બાંગ્લાદેશ સામે એક જૂને રમાશે.

તા. પ-૬-ર૦ર૪ઃ ભારત વિ. આયર્લેન્ડ

(સમયઃ રાત્રે ૮ વાગ્યે)

તા. ૯-૬-ર૦ર૪ઃ ભારત વિ. પાકિસ્તાન

(સમયઃ રાત્રે ૮ વાગ્યે)

તા. ૧ર-૬-ર૦ર૪ઃ ભારત વિ. યુએસએ

(સમયઃ રાત્રે ૮ વાગ્યે)

તા. ૧પ-૬-ર૦ર૪ઃ ભારત વિ. કેનેડા

(સમય રાત્રે ૮ વાગ્યે)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh