Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોવાઈ ગયો હતો અડધા લાખનો મોબાઈલઃ
જામનગર તા. ૩૦ઃ જામનગરના એક આસામીનો મોબાઈલ ગઈકાલે જનતાફાટક પાસે ખિસ્સામાંથી સરકી પડ્યો હતો. રૂ. અડધા લાખની કિંમતનો આ ફોન શોધી આપવામાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સફળતા પ્રાપ્ત થઈ હતી.
જામનગરમાં આવેલા સુખમની પારસી અગિયારી પાછળ ટાઉન હોલ વિસ્તાર પાસે રહેતા યશોધન કનૈયાલાલ ભાટીયા નામના આસામી ગઈકાલે જનતા ફાટક પાસે પોતાની ગાડી પરથી ઉતરતા હતા. તે વેળાએ તેમનો રૂ. ૫૦ હજારની કિંમતનો મોબાઈલ પડી ગયો હતો.
આ બાબતની તેઓએ પોલીસને જાણ કર્યા પછી ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પારૂલબેન, દિવ્યા બેન, મિતલબેન, રીનાબા, રેખાબેન વગેરેએ જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યા પછી તે મોબાઈલ એક રિક્ષાચાલકે ઉપાડ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી રિક્ષાચાલકની શોધ કરાતા તેનો પત્તો લાગ્યો હતો અને યશોધનભાઈને મોબાઈલ પરત અપાવવામાં પોલીસને સફળતા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial