Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરીપર-મેવાસામાંથી ૧૪૪ બોટલ અને જોડિયા-ભુંગામાંથી ૧૧૦ ચપલા પકડાયાઃ
જામનગર તા. ૩૦ઃ ધ્રોલ તાલુકાના લતીપર રોડથી વાગુદડીયા વચ્ચે ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે ગોઠવેલી વોચમાં મોટરમાંથી વ્હીસ્કી, વોડકાની નાની મોટી ૪૫૬ બોટલ મળી આવી છે. આ જથ્થા સાથે જામનગરના બે શખ્સ ઝડપાયા છે. પીઠડના શખ્સે દારૂનો જથ્થો આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે કુલ રૂ. ૪,૩૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. કાલાવડના હરીપર-મેવાસા ગામમાંથી દારૂની ૧૪૪ બોટલ અને બીયરના ૨૪ ટીન પકડાયા છે. બે આરોપી ઝડપાઈ ગયા છે. સપ્લાયરનું નામ પોલીસે ઓકાવ્યું છે. જોડીયા-ભુંગામાં એક મકાનમાંથી દારૂના દસ ચપલા મળી આવ્યા છે અને લાલપુરના ડબાસંગમાંથી દારૂની આઠ બોટલ કબજે કરાઈ છે.
ધ્રોલ તાલુકાના લતીપર રોડથી વાગુદડીયાના ગામના વોકળા પાસે ગઈરાત્રે દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ પી.જી. પનારાના વડપણ હેઠળ વોચ રાખી હતી.
તે દરમિયાન રાત્રે એક વાગ્યે નંબર પ્લેટ વગરની એક સ્વીફ્ટ મોટર દોડી આવતા પોલીસે તેને રોકી લીધી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી વ્હીસ્કીની ૧૫૬ બોટલ, વોડકાની ૬૦ મોટી બોટલ અને વોડકાની ૨૪૦ નાની બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે જામનગરના રણજીતનગરમાં જે/૨૭/ ૧૮૪૯માં રહેતો બ્રિજરાજ સિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ૬૪ દિગ્વિજય પ્લોટમાં રહેતો કપિલ રાજુભાઈ ધનવાણી મળી આવ્યા હતા. બંને શખ્સની પોલીસે ધરપકડ કરી છે. દારૂનો જથ્થો, બે મોબાઈલ, મોટર મળી કુલ રૂ. ૪,૩૨,૫૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ જોડિયા તાલુકાના પીઠડ ગામના ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજાએ દારૂનો જથ્થો આપ્યાની કબૂલાત કરી છે. ત્રણેય સામે ગુન્હો નોંધી પોલીસે ક્રિપાલસિંહની શોધ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં એક ખેતરમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી આજે વહેલી સવારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ઈબ્રાહીમ અલારખા હાલાણીના ખેતરમાં દરોડો પાડી તલાશી લીધી હતી. તે ખેતરમાંથી વ્હીસ્કીની ૧૪૪ બોટલ, ૨૪ બીયરના ટીન સાથે ઈબ્રાહીમ તથા મુબારક જુમા હાલાણી ઉર્ફે જીનકો નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૭૬ ૮૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના કૈલાસ ઉર્ફે કયલો રબારીનું નામ આપ્યું છે.
જામનગર નજીકના બેડી પાસે આવેલા જોડીયા-ભુંગામાં ભડાલાપાડમાં ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા કાસમ સુલેમાન ચંગડા નામના શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના દસ ચપલા મળી આવ્યા હતા. દરોડા પહેલાં કાસમ ચંગડા નાસી ગયો હતો.
લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા અજલા ઉર્ફે અજસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્સના કબજામાંથી વ્હીસ્કીની સાત બોટલ, વોડકાની એક બોટલ કબજે કરી છે. આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial