Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબી કલેકટરનો આવકારદાયક હુકમઃ
જામનગર તા.૩૦ઃ તાજેતરમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયા પછી રાજ્યભરમાં મોલ, સિનેમા, સ્કૂલ, રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકીંગનો ધમધમાટ ચાલુ થયો છે. 'નોબત' દ્વારા ગેમ ઝોન અને મોલ જેવા એકમોમાં ફાયર એન.ઓ.સી. વગર વીજ કનેકશન ન આપવામાં આવે એવો નિયમ લાવવાની હિમાયત કરવો અહેવાલ ગત ર૭-પ ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
જે પછી હજુ સુધી સ્થાનિક કક્ષાએથી આ મુદ્દે કોઈ નિયમ ઘડાયો નથી પરંતુ મોરબી કલેકટરે ફાયર અને પીજીવીસીએલ સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં ફાયર એનઓસી વગર નવું વીજ કનેકશન તથા વોટર કનેકશન ન આપવા હુકમ કરવામાં આવ્યો છે.
મોરબી કલેકટરનો હુકમ આવકારદાયક છે. વીજ કનેકશન વગર ગેમ ઝોન કે મોલ ધમધમી જ ન શકે એ માટે આવા ગેરકાયદે ધમધમતા એકમોમાં સંભવિત અકસ્માતો ટાળવા ફાયર એન.ઓ.સી વગર વીજ કનેકશન ન આપવું એ જ સચોટ ઉપાય છે. સવાલ થાય છે કે જામનગર જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે કયારે જાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial