Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક લોકો જીવ બચાવવા જળાશયમાં કૂદ્યાઃ
પૂરી તા. ૩૦ઃ જગન્નાથપુરીમાં ચંદનયાત્રા દરમિયાન ફટાકડાના કારણે આગ લાગતા ર૦ લોકો દાઝી ગયા છે, જેમાં ચારની હાલત ગંભીર છે.
ઓડિશાના જગન્નાથપુરીમાં બુધવારે રાત્રે ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ફટાકડાનો ઢગલામાં બ્લાસ્ટ થયો જેમાં ર૦ લોકો ખરાબ રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે જેમાંથી ૪ લોકોની હાલત ગંભીર હોવાનું જણાયું છે.
ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતાં. આ દરમિયાન ભક્તોનું ટોળું ફટકડા ફોડી રહ્યું હતું પછી ફટાકડાના ઢગલા પર એક સ્પાર્ક પડ્યો, જેના કારણે વિસ્ફોટ થયો. આ ઘટનાને કારણે અફરાતફરી મચી હતી. જેમાં અનેક લોકો તો પોતાનો જીવ બચાવવા જળાશયમાં કૂદી પડ્યા જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતાં.
કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial