Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ વ્યક્તિ ગૂમ હોવાની ફરિયાદ ૫ેન્ડીંગ નથીઃ તંત્ર
રાજકોટ તા. ૩૦ઃ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. ર૬ મૃતદેહો તેમના પરિવારોને સોંપી દેવાયા છે. કોઈ વ્યક્તિ ગુમ થઈ હોવાની એકપણ ફરીયાદ પેન્ડીંગ નહીં હોવાનો દાવો તંત્રે કર્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ મૃતદેહોની ઓળખ પૂર્ણ થઈ છે. જેમાં ર૭ માંથી ર૬ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં પાંચ દિવસ પછી મૃતદેહની ઓળખ પ્રક્રિયા સંપન્ન છે. હજુ એક મૃતદેહ પરિજનોને સોંપવાનો બાકી છે. આજે અંતિમ મૃતદેહની ઓળખ પૂર્ણ થયે તેને સોંપવામાં આવી શકે છે.
ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનાના ર૭ મૃતકોની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરાઈ છે, જેમાં એફએસએલ માંથી રિપોર્ટ આવ્યા પછી પોલીસ દ્વારા મૃતકોના સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. જે પૈકી ૧ મૃતકના પરિવારને હજુ મૃતદેહ સોંપણી કરવાની બાકી છે.
રાજય સરકાર દ્વારા રાજકોટ અગ્નિકાંડ કેસમાં દાવો કરવામાં આવ્યો છે, તેમનું કહેવું છે કે, હવે કોઈ પરિવારની ફરિયાદ નથી કે તેમનો પરિવાર ગૂમ છે. તો ર૭ મૃતદેહોની ઓળખ કરી પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. બીજી તરફ ૩ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગ્નિકાંડમાં પાંચ દિવસ પછી મૃતદેહની ઓળખ થઈ છે. હજુ એક મૃતદેહ પરિજનોને સોંપવાનો બાકી છે. આજે અંતિમ મૃતદેહની ઓળખ પૂર્ણ થયે તેને સોંપવામાં આવશેે.
પ્રાપ્ત થયેલ માહિતીમાં જે નામ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.વ. ૩૪), સ્મિત મનીષભાઈ વાળા (ઉ.વ. રર), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ. ર૧), સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.વ. ૩૦), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.વ. ૧૯), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.વ. ર૦), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. ૩૬), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.વ. ર૪), સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ. રર), નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. ૧૯), જયંત અનિલભાઈ ધોરેચા (ઉ.વ. ૪પ), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૧ર), વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. ૪૦), દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૧ર), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.વ. ૧પ), નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.વ. ર૦-રપ), શત્રુધ્યનસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ. રપ), વિવેક અશોકભાઈ દુસારા (ઉ.વ. ર૮), ટીશા અશોકભાઈ મોાડસિયા (ઉ.વ. ર૪), કલ્પેશ પ્રવિણભાઈ બગડા (ઉ.વ. રર), ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.વ. ર૮), ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.વ. ર૪), હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.વ. રપ), મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ. ૩૦), પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.વ. ૪પ) નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial