Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટમાં ભાજપના નેતાઓ ફસાયા!
જામનગર તા. ૩૦ઃ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની લડતના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલા વિવાદનું કારણ બન્યા.. હવે.. રાજકોટના અગ્નિકાંડની કરૂણાંતિકા બન્યા પછી રાજકોટની લોકસભા બેઠક પર વિજય નિશ્ચિત છે તેવા અનુમાન સાથે રાજકોટમાં ભાજપના જિલ્લા મુખ્ય મથક કમલમ્માં ભાજપવાળાઓએ કોઈણ પ્રકારે વિજયોત્સવ નહીં મનાવીએ તેવી ડહાપણભરી વાત કરવા પત્રકારોને બોલાવ્યા.
આ સમયે ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર, શહેર પ્રમુખ વગેરે ભાજપના આગેવાનો હાજર રહ્યા... પત્રકારોએ અગ્નિકાંડ અંં સવાલોની ઝડી વરસાવતા મેયર એકપણ શબ્દ બોલ્યા વગર રીતસર નાસી છૂટ્યા તેવા વીડિયો મીડિયામાં વહેતા થયા.. પુરૂષોત્તમભાઈ રૂપાલા સહિતના નેતાઓ પણ જવાબો આપવાના બદલે સ્થળ છોડી ચાલ્યા ગયા..!
તેમાં સૌથી ખરાબ વાણી વર્તન સાંસદ રામભાઈ મોકરીયાએ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે રીતના અહેવાલો જાહેર થયા છે તેમાં રામભાઈએ અપશબ્દો બોલવા ઉપરાંત અસભર રીતે હાથના ઈશારા કર્યા...
ભાજપવાળાઓ પત્રકારો સમક્ષ મુંગામંતર થઈ ગયા અને કમલમ્માંથી રવાના થઈ નવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો જ ન હતો!
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે. ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ભાજપના નેતાઓ પાસેથી આ પ્રકારના વાણી-વર્તન અને મોઢા સીવી લેવાની ઘટનાથી લોકોમાં રોષ વધુ ફેલાયો છે.
હારજીત નકકી હોતી નથી! કોઈપણ બળુકો ઉમેદવાર પણ ચૂંટણીમાં પરાજય પામે તેવા ચૂકાદા જનતાએ આપ્યા જ છે ત્યારે પરાજય પહેલાં જ પોતાનો વિજય નક્કી છે તેવા અભિમાનમાં રાચતા નેતાઓની જેમના મતથી જ વિજય થવાનો છે (!!) તેવા મતદારો લોકોથી જ મોઢા સંતાડવાનો ઘાટ થયો...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial