Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્નિકાંડ પછી ભ્રષ્ટાચારનો ભોરીંગ ચર્ચામાંઃ
રાજકોટ તા. ૩૦ઃ રાજકોટના ટી.પી.ઓ. એન.ડી. સાગઠીયા પાસે રાજકોટ, ગોંડલ, વીરપુરમાં કરોડો-અજબો રૂપિયાની સંપત્તિ હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થયા છે. આ અધિકારીનો પગાર માત્ર ૬૦ હજાર છે, તો તેની પાસે ફાર્મ હાઉસ સહિતની કરોડો-અબજો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી? તેની પાસે પોતાનો પેટ્રોલપંપ પણ છે. તેથી આ તમામ સંપત્તિ ભ્રષ્ટાચારની હોવાની આશંકા હોઈ તેની ઊંડી તપાસ કરવાની માંગ ઊઠી રહી છે. આ અધિકારીની કરોડો રૂપિયાની સંપત્તિની યાદી પણ આ લખાય છે, ત્યારે મીડિયાના માધ્યમથી બહાર આવી રહી છે.
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ પછી રાજકોટ મનપા, ઉચ્ચ સનદ્ી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની લોલંલોલ અને પોલંપોલ બહાર આવી રહી છે.
રાજકોટ મનપામાં ટકાવારી સાથે ચાલતા ભ્રષ્ટાચાર અને અન્ય તમામ વિભાગોમાં પણ ભયંકર ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. કેટલાક અધિકારીઓ તો મોટા બિલ્ડરોની ભાગીદારી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial