Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરવાનગી વિના ધમધમતા હોટલ-રેસ્ટોરન્ટ પર તંત્રની તવાઈઃ પાંચ રેસ્ટોરન્ટ સીલ

હોટલ-રેસ્ટોરન્ટમાં લાયસન્સ પ્રક્રિયાના અભાવે સીલીંગની કાર્યવાહી શરૂ થતા સંચાલકોમાં ફફડાટઃ

રાજકોટના ટીઆરપી ઝોનની કરૂણાંતિકા પછી ઉહાપોહ થતા રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરમાં પણ તમામ ગેમઝોન બંધ કરાવ્યા હતાં.

આ પછી હોટલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન ૪૦ જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સની પ્રક્રિયાનો અભાવ હોવાના કારણે આજથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે, અને સીલીંગની પ્રક્રિયા હાથ ધરી છે જેથી હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે નાસભાગ થઈ છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી સિટી ઈજનેર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં બનાવેલી આઠ ટૂકડીઓ દ્વારા જેમાં ખાસ કરીને રણજીતસાગર રોડ પર આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના મંજુરીના દસ્તાવેજો જોવા મળ્યા ન હતાં, અને કોઈપણ પ્રકારની લાયસન્સની પ્રક્રિયા કર્યા વગર રેસ્ટોરન્ટ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેનો રિપોર્ટ મ્યુનિ. કમિશનર પાસે કરાયા પછી આજે સવારથી તમામ સામે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી સુનિલ ભાનુશાલી તથા અન્ય વિભાગની ટીમ રણજીતસાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી તેમના સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.

રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી ૪૦ જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તે તમામ સ્થળે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અન્ય હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ દરમિયાન ક્ષતિ જોવા મળતા આવા હોટલ-રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી છે.

જેમાં આજે ફૂડ પાર્સલ, રાધે-રાધે રેસ્ટોરન્ટ, ઢોસા ડોટ કોમ, ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ તમામને સીલ મારી દેવાયા છે અને જરૂરી પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh